Breaking News : સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક, મોટી સુરક્ષા ચૂક, જુઓ Video
સુરત એરપોર્ટ પર દિલ્હીથી આવેલી ઇન્ડિગોની ફ્લાઇટના લેન્ડિંગ સમયે મોટી સુરક્ષા ચૂક થઈ. પાઇલટની આંખોમાં લેસર લાઇટ ફેંકવામાં આવતાં દુર્ઘટના ટળી હતી.
સુરત એરપોર્ટ પર એક ગંભીર સુરક્ષા ચૂકનો મામલો સામે આવ્યો છે, જ્યાં દિલ્હીથી આવેલી ઇન્ડિગોની ફ્લાઇટના લેન્ડિંગ સમયે તેના પર લેસર લાઇટ મારવામાં આવી હતી. આ ઘટના પાઇલટની સુરક્ષા માટે ખતરનાક સાબિત થઈ શકી હોત, કારણ કે લેસર લાઇટ સીધી પાઇલટની આંખોમાં આવી હતી. જોકે, પાઇલોટની સમયસૂચકતા અને તાત્કાલિક કાર્યવાહીના કારણે એક મોટી દુર્ઘટના ટળી છે.
પ્રાથમિક માહિતી મુજબ, લેન્ડિંગની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે અચાનક એક તેજસ્વી લેસર લાઇટ ફ્લાઇટ તરફ ફેંકવામાં આવી. આ લેસર લાઇટ સીધી પાઇલટની આંખો પર પડતાં થોડા સમય માટે તેમની દ્રષ્ટિને અસર થઈ હતી. પાઇલોટે તુરંત જ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને આ અંગે જાણ કરી હતી. ATC દ્વારા તાત્કાલિક સંબંધિત વિભાગોને એલર્ટ કરવામાં આવ્યા હતા.
આ ઘટનાને ગંભીરતાથી લઇને એરપોર્ટ ઓથોરિટી, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF) અને સ્થાનિક પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. લેસર લાઇટ ક્યાંથી ફેંકવામાં આવી અને આ કૃત્ય પાછળ કોનો હાથ છે તે અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આ પ્રકારની ઘટના ફ્લાઇટ સલામતી માટે મોટો ખતરો ઉભો કરી શકે છે, તેથી સત્તાવાળાઓ આ મામલે કોઈ કચાસ રાખવા માંગતા નથી. સુરત એરપોર્ટ પર ફ્લાઇટની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વધુ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
