Video: ટીમ ઈન્ડિયાના સ્વાગત માટે રાજકોટ તૈયાર, પીરસાશે કાઠીયાવાડી ભોજન, ગરબા સાથે કરાશે ભવ્ય સ્વાગત

|

Jan 05, 2023 | 9:10 PM

India vs Sri Lanka 3rd T20I: ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી20 સીરિઝની ત્રીજી અને અંતિમ ટી20 મેચ રાજકોટમાં યોજાશે. બંને ટીમોના સ્વાગત માટે રાજકોટ હાલમાં થનગની રહ્યું છે.

વર્ષ 2023ના પહેલા ત્રણ મહિનામાં જ ભારતીય ટીમ ઘર આંગણે દુનિયાની શ્રેષ્ઠ ટીમો સામે મેદાનમાં ઉતરશે. વર્ષની શરુઆતથી જ ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 સીરીઝની શરુઆત થઈ છે. આ ટી20 સીરીઝમાં પ્રથમ ટી20 મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં 2 રનથી રોમાંચક જીત મેળવીને ભારતની ટીમ 1-0થી સીરીઝમાં લીડ મેળવી હતી. બીજી ટી20 મેચ પૂણેમાં રમાઈ રહી છે. જ્યારે ત્રીજી અને અંતિમ ટી20 મેચ ગુજરાતના રંગીલા શહેર રાજકોટમાં રમાશે.

આગામી 7 જાન્યુઆરીએ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ભારત-શ્રીલંકા વચ્ચેની ટી-20 સિરિઝની અંતિમ મેચ રમાવા જઈ રહી છે. આવતીકાલે બંને ટીમો રાજકોટ આવી પહોંચશે. બંને ટીમોનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ટીમ ઈન્ડિયા રાજકોટની સયાજી હોટેલમાં રોકાવાની છે, જ્યારે શ્રીલંકાની ટીમ ફોર્ચ્યુંન હોટેલમાં રોકાશે. સયાજી હોટેલમાં ટીમ ઈન્ડિયા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. અહીં કાઠિયાવાડી ગરબાથી ટીમ ઈન્ડિયાનું સ્વાગત કરવામાં આવશે. હોટેલમાં ટીમના સ્વાગત માટે ખેલાડીઓના પોસ્ટર્સ પણ લગાવાયા છે.

ભારતીય ટીમને ભોજનમાં ખાસ કાઠિયાવાડી મેનુ રાખવામાં આવ્યું છે. જેમાં અડદિયા, લાઈવ મૈસૂર, રિંગણનો ઓળો, રોટલો, દહીં તિખારી જેવી વાનગીઓ પીરસવામાં આવશે. મહત્વનું છે કે ટી-20 મેચને લઈ ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ છે. ખંઢેરી સ્ટેડિયમ 30 હજારથી વધારે પ્રેક્ષકોથી હાઉસફૂલ રહેશે.

ભારત – શ્રીલંકા વચ્ચેની સીરીઝનો સંપૂર્ણ કાર્યક્રમ

T20 સીરીઝ

પ્રથમ T20- 3 જાન્યુઆરી, મુંબઈ

બીજી T20- 5 જાન્યુઆરી, પુણે

ત્રીજી T20- 7 જાન્યુઆરી, રાજકોટ

ODI સીરીઝ

પ્રથમ ODI- 10 જાન્યુઆરી, ગુવાહાટી

બીજી ODI- 12 જાન્યુઆરી, કોલકાતા

ત્રીજી ODI- 15 જાન્યુઆરી, ત્રિવેન્દ્રમ

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની સિરિઝનો સંપૂર્ણ કાર્યક્રમ

ODI સીરીઝ

1લી ODI- 18 જાન્યુઆરી, હૈદરાબાદ

બીજી ODI- 21 જાન્યુઆરી, રાયપુર

ત્રીજી ODI- 24 જાન્યુઆરી, ઈન્દોર

T20 સીરીઝ

પ્રથમ T20I- 27 જાન્યુઆરી, રાંચી

બીજી T20I- 29 જાન્યુઆરી, લખનૌ

ત્રીજી T20I- 1 ફેબ્રુઆરી, અમદાવાદ

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની સીરીઝનો સંપૂર્ણ કાર્યક્રમ

ટેસ્ટ સીરીઝ

પ્રથમ ટેસ્ટ- 9-13 ફેબ્રુઆરી, નાગપુર

બીજી ટેસ્ટ- 17-21 ફેબ્રુઆરી, દિલ્હી

ત્રીજી ટેસ્ટ- 1-5 માર્ચ, ધર્મશાલા

ચોથી ટેસ્ટ- 9-13 માર્ચ, અમદાવાદ

ODI સીરીઝ

પ્રથમ ODI- 17 માર્ચ, મુંબઈ

બીજી ODI- માર્ચ 19- વિઝાગ

ત્રીજી ODI- 22 માર્ચ- ચેન્નાઈ

Next Video