ખો-ખો વિશ્વકપમાં ઝળકી ડાંગની દીકરી, ઓપીના ભીલારે વધાર્યુ દેશ અને ગુજરાતનું ગૌરવ- Video

|

Jan 22, 2025 | 8:02 PM

ભારતીય મહિલા ખો-ખો ટીમે પ્રથમ વર્લ્ડ કપ જીત્યો છે. ડાંગ જિલ્લાની ઓપીના ભિલારેએ આ જીતમાં મહત્વનો ફાળો આપ્યો. ધોરણ 8 સુધી ગામમાં અભ્યાસ કર્યા બાદ, ગુજરાતની સ્પોર્ટ્સ યોજનાથી ખો-ખોની તાલીમ મેળવી. તેના પરિવાર અને ડાંગમાં ખુશીનો માહોલ છે. હવે ઓપીના ઓલિમ્પિક્સમાં ભાગ લેવા માંગે છે.

ખો-ખો વિશ્વકપ 2025માં ડાંગના ખેડૂતની દીકરીએ ગુજરાતનું નામ રોશન કર્યુ છે. ભારતીય મહિલા ખો-ખો ટીમે પ્રથમ વર્લ્ડ કપમાં ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે. જેમાં ગુજરાતના અંતરિયાળ વિસ્તાર એવા ડાંગ જિલ્લાના બિલિઆંબા ગામની દીકરી ઓપીના ભિલારે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી… ભારતની ટીમમાં રમીને દેશ માટે વર્લ્ડ કપ જીતવામાં મહત્વનું યોગદાન આપ્યું. જેને લઈ ઓપીનાના પરિવાર સહિત સમગ્ર ડાંગમાં ખુશીનો માહોલ છે.

ઓપીનાના અભ્યાસની વાત કરી એ તો ધોરણ 8 સુધી ગામમાં જ અભ્યાસ કર્યો. જે બાદ તે ઉચ્ચ અભ્યાસ માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત ‘ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટસ સ્કૂલ યોજના’ હેઠળ ખો-ખોની તાલીમ મેળવી હતી. જોકે હવે તે ઓલિમ્પિકસ’ માં આગળ વધે તેવી પરિવારે ઈચ્છા દર્શાવી છે.

આજનું રાશિફળ તારીખ : 25-03-2025
IPL વચ્ચે ખુશખબર, આથિયા શેટ્ટી માતા બની, નાની પરીને આપ્યો જન્મ
અત્યાર સુધીમાં કેટલા ઓટો-રિક્ષા ચાલકના પુત્રોએ IPLમાં નામના મેળવી છે?
Jioનું સૌથી સસ્તું રિચાર્જ, માત્ર 11 રૂપિયામાં મળી રહ્યો છે મોટો લાભ
આ 5 ભૂલ તમારા હાડકાંને કરી દેશે પોલા,યુવાનીમાં આવી જશે ઘડપણ
હરભજન સિંહ પર IPLમાંથી પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો