ABG શિપયાર્ડ બેંક કૌભાંડમાં હવે ED મની લોન્ડરિંગની તપાસ કરશે

|

Feb 17, 2022 | 9:39 AM

ABG શિપયાર્ડના CMD ઋષિ અગ્રવાલ સહિત 8 આરોપી સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. આ કૌભાંડમાં મુખ્ય આરોપી તરીકે ભૂતપૂર્વ ડિરેક્ટરો ઋષિ અગ્રવાલ, સંથનામ મુથુસ્વામી અને અશ્વિની કુમારનો સમાવેશ થાય છે. ABG શિપયાર્ડ સુરત અને દહેજમાં જહાજ રિપેરિંગ અને શિપ બિલ્ડિંગના વ્યવસાય સાથે સંકળાયેલી છે

દેશના અત્યાર સુધીના સૌથી મોટા ABG શિપયાર્ડ(ABG Shipyard)  બેંક કૌભાંડમાં હવે ED મની લોન્ડરિંગની             (money laundering)  તપાસ કરશે. ED હવાલા મારફતે વિદેશમાં કરોડો રૂપિયાની થયેલી હેરફેરનું પગેરૂ શોધવાનો પ્રયાસ કરશે. ABG શિપયાર્ડના CMD ઋષિ અગ્રવાલ સહિત 8 આરોપી સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. આ કૌભાંડમાં મુખ્ય આરોપી તરીકે ભૂતપૂર્વ ડિરેક્ટરો ઋષિ અગ્રવાલ, સંથનામ મુથુસ્વામી અને અશ્વિની કુમારનો સમાવેશ થાય છે. ABG શિપયાર્ડ સુરત અને દહેજમાં જહાજ રિપેરિંગ અને શિપ બિલ્ડિંગના વ્યવસાય સાથે સંકળાયેલી છે. CBIએ 22,842 કરોડની બેંક છેતરપિંડી કેસમાં ગુનો દાખલ કર્યાના કેટલાક દિવસો બાદ EDએ મની લોન્ડિંગની તપાસ હાથ ધરી છે.

દેશમાં અત્યાર સુધીના સૌથી મોટા બેંક કૌભાંડ પર નજર કરીએ તો. ડાયમંડ વેપારી નીરવ મોદી બેંકોના 14 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી વિદેશ ફરાર થઈ ગયો. તો કિંગફિશરના વિજય માલ્યા બેંકોના 9 હજાર કરોડની છેતરપિંડી કરીને લંડન નાસી ગયા. જ્યારે હવે સૌથી મોટું એબીજી શિપયાર્ડ કૌભાંડ સામે આવ્યું છે. એબીજી શિપયાર્ડના પૂર્વ અધ્યક્ષ ઋષિ કમલેશ અગ્રવાલ 23 હજાર કરોડનું બેંક કૌભાંડ આચરીને દેશ છોડી ચુક્યા છે, ઋષિ કમલેશ અગ્રવાલ હાલમાં સિંગાપોરમાં છે.

આ પણ વાંચો : Ahmedabad : વિદેશ મોકલવાના નામે ગોંધી રાખવાના કેસમા ક્રાઇમ બ્રાંચમા વધુ એક ફરિયાદ દાખલ

આ પણ વાંચો : Gujarat માં આજથી પ્રિ- પ્રાયમરી શાળાઓ ઓફલાઇન શરૂ, કોરોના ગાઇડ લાઇનનું પાલન કરાશે

Published On - 9:39 am, Thu, 17 February 22

Next Video