Jamnagar : લસણના ભાવમાં વધારો, ખેડૂતો અને વેપારીઓમાં ખુશીનો માહોલ, જુઓ Video
હાપા માર્કેટીંગ યાર્ડમાં લસણની જાહેર હરાજીમાં ભાવમાં વધારો નોંધાયો છે. લસણના ભાવ એક મણના 1500થી 2200 સુધીના નોંધાયા છે. જે ગત વર્ષની સરખામણીએ ચાર ગણો વધારો છે. ગત વર્ષે લસણના એક મણના ભાવ 300થી 600 સુધીના હતા. આ વર્ષે લસણના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે.
Jamnagar : લસણના (Garlic) ભાવમાં વધારો નોંધાતા જામનગરના ખેડૂતો અને વેપારીઓમાં ખુશીનો માહોલ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે લસણના 4 ગણાથી વધુ ભાવ નોંધાયા છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં લસણના એક મણના બે હજાર કે તેથી વધુ ભાવ નોંધાયા છે.
હાપા માર્કેટીંગ યાર્ડમાં લસણની જાહેર હરાજીમાં ભાવમાં વધારો નોંધાયો છે. લસણના ભાવ એક મણના 1500થી 2200 સુધીના નોંધાયા છે. જે ગત વર્ષની સરખામણીએ ચાર ગણો વધારો છે. ગત વર્ષે લસણના એક મણના ભાવ 300થી 600 સુધીના હતા. આ વર્ષે લસણના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. જથ્થાબંધ ભાવમાં તેજી આવતા લસણના છુટક ભાવમાં વધારો થશે. હાલ લસણની ઓછી આવક થતાં લસણના ભાવમાં વધારો થયો છે.
જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
