Gujarati Video : વડોદરામાં ભૂતકાળની લેવડ દેવડને લઈ યુવકને માર્યો ઢોર માર, પિડીતના પરિવારજનોના પોલીસ પર ગંભીર આક્ષેપ

| Edited By: | Updated on: May 23, 2023 | 9:13 AM

વડોદરામાં એક યુવકને મુંબઈ અને વડોદરાની હોટલમાં માર મારવાની ઘટના સામે આવી છે. અમન શેખ અને કિંજલ શાહ ભૂતકાળમાં સાથે કામ કરતા હતા. મળતી માહિતી અનુસાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ અને વિઝા કન્સલ્ટિંગનું કામ સાથે કરતા હતા.

રાજ્યમાં મારામારીની ઘટના સતત સામે આવતી હોય છે. તેવામાં વડોદરામાં ( Vadodara ) વધુ એક આવી ઘટના સામે આવી છે. વડોદરામાં એક યુવકને મુંબઈ અને વડોદરાની હોટલમાં માર મારવાની ઘટના સામે આવી છે. અમન શેખ અને કિંજલ શાહ ભૂતકાળમાં સાથે કામ કરતા હતા. મળતી માહિતી અનુસાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ અને વિઝા કન્સલ્ટિંગનું કામ સાથે કરતા હતા.

આ પણ વાંચો : Vadodara : બરાનપુરામાં દરિયાઇ જીવની તસ્કરી ઝડપાઇ, વન વિભાગે દરોડા પાડતા કાચબા સહિત 23 દરિયાઈ જીવ મળી આવ્યાં

ભૂતકાળના સંબંધો અને લેવડ દેવડને લઈને બંને વચ્ચે માથાકૂટ ચાલતી હતી. બંન્ને યુવકે એકબીજા વિરુદ્ધ અને મળતીયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં બંન્ને આરોપીએ એકબીજા પર ગંભીર આક્ષેપ કર્યા હતા. અમન શેખને મારમારતો વીડિયો વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે અમીન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

ઈજાગ્રસ્ત અમનને તાત્કાલીક વડોદરાના SSG હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. સાથે જ અમનના પરિવારજનોએ મકરપુરા પોલીસ પર યોદગ્ય તપાસ ન કરતી હોવાના આક્ષેપ કર્યા છે. આ સમગ્ર ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવે તેવી માગ અમન શેખના પરિવારે કરી છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો