સરકાર દ્વારા શિક્ષણને લઈને મોટી-મોટી વાતો અને જાહેરાત તો અનેક કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા કઈંક અલગ જ જોવા મળે છે. રાજકોટના જેતપુર તાલુકાના મેવાસા ગામની સરકારી શાળા જર્જરિત હાલતમાં હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ગામની સમાજ વાડીમાં શાળાને ખસેડવામાં આવી છે. ગ્રામવાસીઓ તથા શાળા વહિવટી તંત્રે જર્જરિત શાળાને લઇને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં કોઇ નિરાકરણ ન આવતા મજબૂરીમાં શાળાને સામાજિક વાડીમાં ખસેડવાની ફરજ પડી છે.
આ પણ વાંચો : ફરી ચડ્ડી બનિયાન ગેંગ સક્રિય ! શાપર અને કાલાવડમાં 24 જેટલા કારખાનાઓમાં ચોરી કરી ગઠિયાઓ રફુચક્કર
લગ્ન પ્રસંગ કે અન્ય કોઇ સામાજિક પ્રસંગ હોય ત્યારે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો મૂશ્કેલ બને છે તો કયારેક તો શાળાને બંધ કરવાની ફરજ પણ પડે છે. પરિણામે શાળાના વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડે છે.
માત્ર જર્જરિત શાળા જ એક માત્ર સમસ્યા નથી પરંતુ શિક્ષકોના અભાવના કારણે પણ વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર થઇ રહી છે. સ્થાનિકોએ જર્જરિત શાળાની વૈકલ્પિક વ્યવસ્થા કરી લીધી છે. પરંતુ શિક્ષકોનો અભાવ કેવી રીતે પૂરી કરશે…? તે મોટો સવાલ છે. હાલ તો સમગ્ર મામલે સ્થાનિકો વહેલામાં વહેલી તકે શાળાના બિલ્ડિંગનું સમારકામ અને પુરતા શિક્ષકો ફાળવવા માટે રજૂઆત કરી રહ્યા છે.
Published On - 1:13 pm, Thu, 2 February 23