Gujarati Video : રાજકોટના કાલાવાડ રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં પાણીની પારાયણ, મહિલાઓમાં જોવા મળ્યો રોષ
કાલાવાડ રોડ પરના ગુજરાત હાઉસીંગ બોર્ડના ક્વાર્ટરમાં છેલ્લા 8 દિવસથી પાણી ન આવતા મહિલાઓ રોષે ભરાઇ છે. ચૂંટણી ટાણે કરેલા વાયદા હજુ પણ પૂર્ણ ન થતા મહિલાઓ ખાલી ડોલ અને વાસણો લઇને ગુજરાત હાઉસીંગ બોર્ડની ઓફિસે પહોંચી હતી.
Rajkot : રાજકોટમાં ભર ઉનાળે પાણીનો કકળાટ થતા મહિલાઓમાં રોષ જોવા મળ્યો છે. કાલાવાડ રોડ પરના ગુજરાત હાઉસીંગ બોર્ડના ક્વાર્ટરમાં છેલ્લા 8 દિવસથી પાણી ન આવતા મહિલાઓ રોષે ભરાઇ છે. ચૂંટણી ટાણે કરેલા વાયદા હજુ પણ પૂર્ણ ન થતા મહિલાઓ ખાલી ડોલ અને વાસણો લઇને ગુજરાત હાઉસીંગ બોર્ડની ઓફિસે પહોંચી હતી. મહિલાઓએ ગુજરાત હાઉસીંગ બોર્ડની ઓફિસે ભારે હોબાળો કર્યો હતો. ઓફિસમાં અધિકારીઓ હાજર ન રહેતા હોવાનો પણ મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Rajkot: રસ્તાની સુવિધા માટે રંજાડ, કોઠારીયામાં વિકાસના નામે કમઠાણ, જુઓ Video
તો બીજી તરફ રાજકોટના જીવરાજ પાર્ક વિસ્તારની મહિલાઓએ પાણી મુદ્દે હલ્લાબોલ કર્યું છે. 20 દિવસથી નિયમિત પાણી ન આવતા મોટી સંખ્યામાં મહિલાઓએ મનપાની વેસ્ટ ઝોનની ઓફિસે આક્રોશ ઠાલવ્યો હતો. આ વિસ્તારમાં લોકો રોજ ટેન્કર મંગાવીને પાણીનો ઉપયોગ કરવા માટે મજબૂર બન્યા છે. પાણી મુદ્દે સ્થાનિકોએ વારંવાર કોર્પોરેટરને રજૂઆત કરી હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. જો કે મનપા કચેરીએ રજૂઆત બાદ અધિકારીઓએ મહિલાઓને હવે નિયમિત પાણી આવવાની બાંહેધરી આપી છે.