આગામી 72 કલાક ગુજરાતમાં મેઘો મચાવશે તાંડવ ! ભારે વરસાદના પગલે રાજ્યની અનેક શાળાઓ રજા જાહેર-Video

|

Aug 27, 2024 | 7:52 AM

આગામી 72 કલાક માટે અનેક જીલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાત તરફ મહાઆફત આવી રહી છે. અનેક જીલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યા છે. 3 વરસાદી સિસ્ટમ તરખાટ મચાવી રહી છે. જેના કારણે ભારેથી પણ અતિભારે વરસાદ વરસી શકે છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના અનેક ભાગોમાં ભારે અતિ ભારે વરસાદ થયો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ છે. ત્યારે હવામાન વિભાગે આગામી 72 કલાક એટલે આગામી 3 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. આ ત્રણ દિવસ ગુજરાતના લોકો માટે અતિ ભારે રહેશે. આ સાથે રાજ્યની અનેક પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

 72 કલાક માટે અનેક જીલ્લાઓમાં રેડ એલર્ટ

આગામી 72 કલાક માટે અનેક જીલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાત તરફ મહાઆફત આવી રહી છે. અનેક જીલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યા છે. 3 વરસાદી સિસ્ટમ તરખાટ મચાવી રહી છે. જેના કારણે ભારેથી પણ અતિભારે વરસાદ વરસી શકે છે. જેમાં હવામાન વિભાગે પાટણ, મહેસાણા, ગાંધીનગર, જામનગર સિવાય સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.

આ જિલ્લામાં રેડ એલર્ટ

કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે સોમવારે ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા અને વરસાદ સંબંધિત ઘટનાઓમાં ત્રણ લોકોના મોત થયા હતા અને સાત અન્ય લોકો લાપતા હતા. સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુરુવારે સવાર સુધી રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ અને કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે, ત્યારબાદ વહીવટીતંત્ર સજ્જ થઈ ગયું છે. IMD દ્વારા જારી કરાયેલ રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને, તમામ કલેક્ટરને તેમના કર્મચારીઓની રજાઓ રદ કરવા માટે કહેવામાં આવ્યું છે.

Published On - 7:45 am, Tue, 27 August 24

Next Video