Gujarati Video : રાજકોટના જસદણના શૌચાલય કૌભાંડમાં ગાંધીનગરની ટીમે તપાસ તેજ કરી, રિપોર્ટ આધારે કાર્યવાહી કરાશે

| Edited By: | Updated on: May 12, 2023 | 10:26 AM

રાજકોટના જસદણમાં શૌચાલય કૌભાંડમાં તપાસ ધમધમાટ શરુ કરવામાં આવી છે. ફરિયાદ બાદ ગાંધીનગરથી તપાસની ટીમ જસદણ પહોંચી હતી. અને નગરપાલિકામાંથી તપાસ માટે કેટલીક માહિતી લીધી હતી.

રાજકોટના  ( Rajkot ) જસદણમાં શૌચાલય કૌભાંડમાં તપાસ ધમધમાટ શરુ કરવામાં આવી છે. ફરિયાદ બાદ ગાંધીનગરથી તપાસની ટીમ જસદણ પહોંચી હતી. અને નગરપાલિકામાંથી તપાસ માટે કેટલીક માહિતી લીધી હતી. એટલું જ નહિં તે સમયના જસદણ પાલિકાના ચીફ ઓફિસર સામેના અનેક પુરાવા પણ એકત્ર કર્યા હતા. આ સમગ્ર તપાસ કરી ગાંધીનગરની ટીમ દ્વારા રિપોર્ટ સોંપશે. અને રિપોર્ટના આધારે કાર્યવાહી પણ કરવામાં આવશે.

આ પણ વાંચો : Rajkot: મહાનગર પાલિકાનો વધુ એક મોટો છબરડો સામે આવ્યો, TP સ્કીમ 11 ડ્રાફ્ટ થઈ ન હોવા છતાં રસ્તાનું કામ શરૂ કરી દેવાતા વિરોધ

જો કે, તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે, શૌચાલય કૌભાંડ પાછળ કેટલાક મોટા માથાઓની પણ સંડોવણી છે. તેથી તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, જસદણમાં 2014માં મામલતદારે એજન્સી અને કર્મચારી સામે શૌચાલય કૌભાંડની ફરિયાદ નોંધી હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, જે લોકોએ શૌચાલય માટે ફોર્મ ભર્યા હતા તેમના ઘરે પહેલાથી જ શૌચાલય હતા. આમ ખોટી રીતે ફોર્મ ભરીને કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: May 12, 2023 09:31 AM