Gujarati Video : ભરૂચમાં પાડોશીએ 5 વર્ષીય બાળકી પર કર્યો તાંત્રિક વિધિનો પ્રયાસ, લોકોએ ચખાડ્યો મેથી પાક

Gujarati Video : ભરૂચમાં પાડોશીએ 5 વર્ષીય બાળકી પર કર્યો તાંત્રિક વિધિનો પ્રયાસ, લોકોએ ચખાડ્યો મેથી પાક

| Edited By: | Updated on: Apr 30, 2023 | 7:41 AM

ઘરના આંગણામાં રમતી બાળકી અચાનક ગુમ થઈ ગઈ હતી. બાળકીની માતાએ તેની શોધખોળ કરતા બાળકી પાડોશી તાંત્રિકના ઘરમાં હવનકુંડ પાસે બેઠેલી જોવા મળી હતી. પાડોશમાં જ બાળકી પર તાંત્રિક વિધીનો પ્રયાસ થઈ રહ્યો હતો.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી અંધશ્રદ્ધાની ઘટના સામે આવી રહી છે. આવી જ એક ઘટના ભરૂચમાં સામે આવી છે. ભરૂચમાં 5 વર્ષીય બાળકી પર તાંત્રિક વિધિનો પ્રયાસ થયો હોવાનું સામે આવી રહ્યુ છે. ઘરના આંગણામાં રમતી બાળકી અચાનક ગુમ થઈ ગઈ હતી. બાળકીની માતાએ તેની શોધખોળ કરતા બાળકી પાડોશી તાંત્રિકના ઘરમાં હવનકુંડ પાસે બેઠેલી જોવા મળી હતી. પાડોશમાં જ બાળકી પર તાંત્રિક વિધીનો પ્રયાસ થઈ રહ્યો હતો. ઘટના બાદ આસપાસના લોકો ભેગા થયા હતા. તેમણે તાંત્રિકને મેથીપાક ચખાડ્યો હતો અને પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે તાંત્રિક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Bhavnagar: તોડકાંડમાં સંડોવાયેલા છઠ્ઠા આરોપીની થઈ ધરપકડ, SITની ટીમે અલફાઝખાન પઠાણ ઉર્ફે રાજુને ઝડપી પાડ્યો

રાજકોટના ન્યારા ગામમાં બની હતી વધુ એક અંધશ્રદ્ધાની ઘટના

આ અગાઉ રાજકોટના ન્યારા ગામમાં એક પરીવાર ડોક્ટરની જગ્યાએ ભૂવાની વાત માનીને બરબાદ થયો હોવાની ઘટના સામે આવી હતી. રાજકોટમાં વિજ્ઞાન જાથાએ અંધશ્રદ્ધાની એક એવી ઘટનાનો પર્દાફાશ કર્યો હતો. જો ઘટનાની વાત કરીએ તો આ બનાવ પડધરી તાલુકાના ન્યારા ગામનો હતો. જ્યાં ભૂવાએ પરીવારના ડરનો લાભ લઈને રૂપિયા 1.30 લાખ ખંખેરી લીધા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…