Gujarat Video : અમદાવાદમાં મનપાના ફૂડ વિભાગે 62 એકમોમાં હાથ ધરી તપાસ, 11 ફૂડ એકમો કરાયા સીલ

| Edited By: | Updated on: Jun 08, 2023 | 6:59 AM

અમદાવાદ શહેરમાં મનપાના ફૂડ વિભાગે ફૂડ એકમો પર તવાઈ બોલાવી છે. મનપાના ફૂડ વિભાગે 62 એકમોમાં તપાસ કરતા બેદરકારી સામે આવી છે. બિન આરોગ્યપ્રદ ખોરાક મળતા ફૂડ વિભાગે 11 ફૂડ એકમો સીલ કર્યા છે.

Ahmedabad : અમદાવાદ શહેરના ફૂડ એકમો પર મનપાના ફૂડ વિભાગે તપાસ હાથ ધરી છે. મનપાના ફૂડ વિભાગે 62 એકમોમાં તપાસ કરતા બેદરકારી સામે આવી છે. બિન આરોગ્યપ્રદ ખોરાક મળતા ફૂડ વિભાગે 11 ફૂડ એકમો સીલ કર્યા છે અને 20 એકમો પાસેથી 1 લાખ 14 હજારનો દંડ વસુલાયો છે. ફૂડ વિભાગે જોધપુરમાં શિવશક્તિ ગુજરાતી થાળી તો સાબરમતીની મિલન લોજ સીલ કરી છે.

આ પણ વાંચો :Ahmedabad : ન OTP આપ્યો, ન કોઈ લિંક પર ક્લિક કર્યું અને ખાતામાંથી ઉપડી ગયા રૂપિયા 80 લાખ, જુઓ Video

તો બોડકદેવમાં નિલકંઠ સુરતી લોચો અને ખાના ખજાનાને સીલ કરાયું છે. તો રામોલમાં બજરંગ દાબેલી અને શ્રી હરિ ભોજનાલયને સીલ કરાયું છે. તો ખાડીયામાં જય અંબે વેફર અને શ્રી પંડિત ભોજનાલયને પણ સીલ મરાયું છે. આ સાથે નરોડામાં શ્રી ચામુંડા ભોજનાલય અને પટેલ ભાજીપાઉંને પણ સીલ માર્યું છે. ફૂડ વિભાગની કડક કાર્યવાહીથી ફૂડ એકમોના સંચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો