એક તરફ રાજ્યમા કોરોના (Corona)ના કેસ વધતા જઈ રહ્યા છે, ત્યાં હજુ પણ લોકોમાં કોરોનાના નિયમો અંગે બેદરકારી જોવા મળી રહી છે. એક તરફ ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટી નીકળ્યો છે. સૌથી વધુ કેસ અમદાવાદ અને સુરતમાં જ નોંધાઈ રહ્યા છે અને આ બંને શહેરમાં જ લોકો બેદરકાર બનીને ફરતા જોવા મળી રહ્યા છે. અમદાવાદ અને સુરત બંને સ્થળે મેદાનોમાં મોટી સંખ્યામાં બેદરકાર બનીને ક્રિકેટ રમતા જોવા મળ્યા છે.
અમદાવાદમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે છતાં GMDCમાં મોટી સંખ્યામાં યુવાનો ક્રિકેટ રમતા જોવા મળ્યા. ક્રિકેટ રમતા યુવાનોએ ન તો માસ્ક પહેર્યું ન તો સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું હતુ. એક તરફ શહેરમાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ બમણી ગતિથી ફેલાઈ રહ્યું છે.
બીજી તરફ આવા દ્રશ્યો ચિંતાજનક છે. કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો GMDC ગ્રાઉન્ડમાં જોવા મળ્યા. આ ગ્રાઉન્ડથી પોલીસ સ્ટેશન પણ ખૂબ જ નજીકમાં છે. આમ છતાં પોલીસ જાણે આંખ આડા કાન કરી રહી હોય તેવી સ્થિતિ જોવા મળી છે.
સુરત શહેરમાં પણ હજુ લોકો બેદરકારી દાખવી રહ્યા છે. શહેરના મોટાભાગના ગ્રાઉન્ડમાં યુવાનો અને વિદ્યાથીઓ ક્રિકેટ રમતા જોવા મળ્યા. સુરત શહેરના ઉમરા ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં યુવાનો ઉમટ્યા હતા અને કોરોના ગાઈડલાઈનનો ખુલ્લેઆમ ભંગ કર્યો હતો.
ગ્રાઉન્ડમાં એક પણ યુવાન માસ્ક પહેરેલો જોવા મળ્યો ન હતો. સુરતમાં પણ જે જગ્યાએ યુવાનો ક્રિકેટ રમી રહ્યા હતા, તેની નજીક જ પોલીસ સ્ટેશન છે. જો કે અહીં પણ પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે.
આ પણ વાંચોઃ સુરતની વધુ બે શાળાના 14 વિદ્યાર્થી કોરોના સંક્રમિત, પાલિકા દ્વારા શાળા બંધ કરાઈ
આ પણ વાંચોઃ Surat: ગૃહ રાજ્ય પ્રધાન કેમિકલ ગેસ લીકમાં ઈજાગ્રસ્ત દર્દીઓને મળ્યા, ગંભીરતા પૂર્વક તપાસની ખાતરી આપી