Monsoon 2022 : રેઈનકોટ અને છત્રી સાથે રાખજો ! દક્ષિણ ગુજરાત સહિત આ શહેરોમાં ભારે વરસાદની આગાહી

|

Sep 21, 2022 | 9:36 AM

વરસાદની એક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં 23 અને 24 સપ્ટેમ્બરે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યકત કરી છે.

આજથી સત્તાવાર કચ્છમાંથી (Kutch) ચોમાસાની (Monsoon 2022) વિદાય થઈ છે પરંતુ 23 અને 24 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં (South gujarat) ભારે વરસાદની હવામાન વિભાગે (IMD) આગાહી કરી છે. જયારે અમદાવાદમાં (Ahmedabad) 23 સપ્ટેમ્બરે છુટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શકયતા છે ઉલ્લેખનીય છે કે, વરસાદની એક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં 23 અને 24 સપ્ટેમ્બરે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યકત કરી છે.

નવસારીમાં ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ

નવસારી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજા મહેરબાન છે. ભારે વરસાદને કારણે નવસારી શહેર (Navsari)  અને જિલ્લાનું જનજીવન પ્રભાવિત થયું છે. નવસારી શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા તો બીજી તરફ જિલ્લાના ઉપરવાસમાં વરસાદને કારણે નદીઓમાં પણ નવા નીર આવ્યા છે. જેને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે.આ તરફ ગણદેવીમાં 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો તો જલાલપુરમાં પણ મેઘાની તોફાની બેટિંગને પગલે 4 ઈંચ વરસાદ પડ્યો છે.

ડાંગમાં અવિરત મેઘ મહેર

છેલ્લા 24 કલાકમાં ડાંગમાં (Dang) અવિરત મેઘ મહેર જોવા મળી રહી છે. ભારે વરસાદથી મુખ્ય નદીઓમાં (River) ઘોડાપૂરની સ્થિતિ છે.અંબિકા, ગીરા, પૂર્ણા અને ખાપરી નદીમાં જળસ્તર વધ્યું છે.નવસારી, સુરતના નદી કાંઠાના લોકોને સાવધ કરાયા છે.તો નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શકયતા છે.

Next Video