બનાસકાંઠાઃ કાંકરેજના ઉણ નજીકથી ગેર કાયદેસર યૂરિયા ખાતરનો જથ્થો ઝડપાયો, જુઓ વીડિયો

|

Jul 21, 2024 | 3:13 PM

કાંકરેજ તાલુકાના ઉણ નજીકથી LCBની ટીમે એક ટ્રકમાંથી આ જથ્થાને ઝડપી લીધો છે. LCBની ટીમ દ્વારા એક ટ્રકને રોક્યો હતો અને તેની તલાશી લેતા તેમાંથી આ જથ્થો મળી આવ્યો હતો. ટીમને બાતમી મળી હતી અને જેને લઈ પાંજરાપોળ વિસ્તારમાં આ ટ્રકને રોકવામાં આવી હતી.

બનાસકાંઠા જિલ્લામાંથી ગેરકાયદેસર યૂરિયા ખાતરનો જથ્થો ઝડપાયો છે. કાંકરેજ તાલુકાના ઉણ નજીકથી LCBની ટીમે એક ટ્રકમાંથી આ જથ્થાને ઝડપી લીધો છે. LCBની ટીમ દ્વારા એક ટ્રકને રોક્યો હતો અને તેની તલાશી લેતા તેમાંથી આ જથ્થો મળી આવ્યો હતો. ટીમને બાતમી મળી હતી અને જેને લઈ પાંજરાપોળ વિસ્તારમાં આ ટ્રકને રોકવામાં આવી હતી.

થરાથી રાધનપુર આ જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો. એ દરમિયાન તેને ઝડપી લેવામાં આવ્યો હતો. ટ્રકમાં 300 જેટલી યૂરિયા ખાતરની બોરીઓ ભરેલી હતી. 5.44 લાખના યૂરિયા ખાતરના જથ્થાને જપ્ત કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો: પ્રધાન ભીખુસિંહ પરમાર સૌથી છેલ્લે હિંમતનગર સિવિલ પહોંચ્યા, થોડીવારમાં જ પરત ફર્યા, જુઓ વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:12 pm, Sun, 21 July 24

Next Video