વાડ જ ચીભડાં ગળે : ગોધરામાં ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા જ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યુ

|

May 05, 2022 | 9:44 AM

ગોધરા તાલુકામાંથી (Godhra) કરોડો રૂપિયાની માટી ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં પ્રતિબંધિત ગૌચરની જમીનમાંથી 10 કરોડ ઉપરાંતની કિંમતની માટી ચોરી કરવામાં આવી હોવાનું TDO ની તપાસમાં સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

Panchmahal : ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત બની રહેલા દિલ્હી મુંબઈ ગ્રીન કોરિડોર(Green Corridor)  હાઇવેનું નિર્માણ કરતી MCC કંપની દ્વારા કરોડોની માટી ચોરી કરી હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું છે. MCC નામની ખાનગી કંપની દ્વારા ગોધરા તાલુકાના(Godhra Taluka) વિવિધ ગામોની ગૌચરની જમીનો ખોદી કરોડો રૂપિયાની માટી ચોરી પ્રતિબંધિત (Illegal land mining) ગૌચર જમીનોનું એટલું ખોદકામ કરી નાખ્યું કે ગૌચરની જમીન તળાવમાં ફેરવાઈ ગઈ છે.

અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાનુ સામે આવ્યુ

એટલુ જ નહીં ખોદકામ એટલું ઉંડું કરવામાં આવ્યું છે કે હાલમાં આ ગૌચરની જમીનમાંથી પાણી આવી જતા તળાવમાં ફેરવાઈ ગઈ છે. ત્યારે કંપની સંચાલકો દ્વારા જિલ્લા કલેકટર એ મંજૂરી આપવામાં આવી છે તેમ જણાવી ગોધરા તાલુકાના ભલાણીયા, નાની કાંટડી,વીંઝોલ ગામની 10 હેકટર કરતા વધુ ગૌચર જમીનમાંથી માટી ચોરી કરી નાખી છે.

ગોધરા કલેકટર કચેરી અને ખાણ ખનીજ વિભાગના (mines department) જવાબદાર અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરીને કંપનીને દરેક પ્રકારની છૂટ આપવામાં આવતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. સ્થાનિક લોકો તેમજ હોદ્દેદારો દ્વારા સ્થાનિક તંત્રને અનેક વખત રજુઆત કરવામાં આવી હોવા છતાંપણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા સફાળા જાગેલા તંત્રએ સમગ્ર મામલાની તપાસ ગોધરા તાલુકા વિકાસ અધિકારીને સોંપી હતી. ત્યારે આ મામલે ગોધરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાંથી કંપની દ્વારા 10 કરોડ ઉપરાંતની માટી ગૌચર જમીનોને ખોદીને ચોરી કરી હોવાનું સ્પષ્ટ સામે આવ્યું છે. ત્યારે સરકારના સૌથી મોટો દિલ્હી મુંબઈ કોરીડોર રોડ બનાવવા ની ઉતાવળ માં દરેક જિલ્લા નું વહીવટી તંત્ર ગેરકાયદેસર માટી ખનન ને રોકવા લાચાર બની ગયેલ છે ત્યારે વાડ જ ચીભડાં ગળે એવો ઘાટ થવા પામ્યો છે.

Published On - 9:42 am, Thu, 5 May 22

Next Video