Gujarat Election: TV9ના સત્તા સંમેલન કાર્યક્રમમાં મનીષ સિસોદિયાએ શાળા અને શિક્ષણ સુધાર અંગે આપ્યુ નિવેદન

Gujarat Election: TV9ના સત્તા સંમેલન કાર્યક્રમમાં મનીષ સિસોદિયાએ શાળા અને શિક્ષણ સુધાર અંગે આપ્યુ નિવેદન

| Edited By: | Updated on: Oct 01, 2022 | 5:13 PM

ગુજરાતની ચૂંટણીને લઇને મનીષ સિસોદિયાએ (Manish Sisodia) નિવેદન આપ્યુ હતુ કે, ગુજરાતમાં શિક્ષણ (Education) વ્યવસ્થામાં સુધારો કરવો પડશે.

TV9 ગુજરાતી દ્વારા સત્તા સંમેલનનું (Satta Sammelan) આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં રાજકીય ક્ષેત્રના અનેક મહાનુંભાવો મંચ પર જોવા મળી રહ્યા છે. ત્યારે TV9 ગુજરાતીના મંચ પર દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા હાજર રહ્યા. ગુજરાતની ચૂંટણીને લઇને મનીષ સિસોદિયાએ (Manish Sisodia) નિવેદન આપ્યુ હતુ કે, ગુજરાતમાં શિક્ષણ (Education) વ્યવસ્થામાં સુધારો કરવો પડશે. દિલ્હીની સ્કૂલમાં શાનદાર કામ થઇ રહ્યુ છે. અમે સરકારી સ્કૂલ પણ શાનદાર રીતે ચલાવી બતાવી છે. જેથી પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ સરકારી સ્કૂલમાં પરત આવ્યા છે.

AAP નેતા મનીષ સિસાદિયાએ કહ્યુ કે, મને દેખાઇ રહ્યુ છે કે પાંચ વર્ષની અંદર ભારત નંબર વન બની શકે છે. ભારતને નંબર વન બનાવવાનો રસ્તો સ્કૂલ અને કોલેજોમાંથી જ આવે છે. જો આપણે સુનિશ્ચિત કરી લઇએ એક જનરેશનની રીતે કે બધુ છોડીને આપણે પાંચ વર્ષ આપણા દરેક બાળકોને શાનદાર શિક્ષણ આપીશુ. તે પછી આપણા દેશને નંબર વન બનાવવાથી કોઇ નહીં રોકી શકે.

Published on: Oct 01, 2022 05:08 PM