સુરતમાં આરોગ્ય વિભાગે લીધેલા આઈસ્ક્રીમના નમૂનાઓમાંથી 8 નમૂના થયા ફેલ, જુઓ Video

સુરતમાં આરોગ્ય વિભાગે લીધેલા આઈસ્ક્રીમના નમૂના ફેલ ગયા હોવાનું સામે આવ્યું છે. અલગ-અલગ આઈસ્ક્રીમ પાર્લરથી નમૂના લેવામાં આવ્યા હતા. કુલ લીધેલા નમૂનાઓમાંથી 8 નમૂના ફેલ થયા હતા.

| Edited By: | Updated on: May 31, 2023 | 11:14 PM

Surat: એક બાદ એક વસ્તુઓના સેમ્પલ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવી રહ્યા છે. જેમાં વિવિધ ખુલાસાઓ સામે આવ્યા છે. અગાઉ જે પ્રમાણે પીઝા, મરચાં હળદર તમામમાં ભેળશેળની ઘટના સામે આવી હતી. જે બાદ ફરી વાર સુરતમાં આરોગ્ય વિભાગે લીધેલા આઈસ્ક્રીમના નમૂના ફેલ ગયા છે. અલગ-અલગ આઈસ્ક્રીમ પાર્લરથી નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.

આ પણ વાંચો : યાત્રાધામ દ્વારકાની સુરક્ષા ભગવાન ભરોસે ! નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત લગાવેલા CCTV કેમેરા બંધ, જુઓ Video

કુલ લીધેલા નમૂનાઓમાંથી 8 નમૂના ફેલ થયા હોવાની માહિતી મળી હતી. આરોગ્ય વિભાગે આઈસ્ક્રીમ-કોકોનું ઉત્પાદન કરતી સંસ્થાઓને ત્યાં દરોડા પાડ્યા હતા. પાંચ પાર્લરથી લેવામાં આવેલા કોકો પાવડરના નમૂના પણ બિનઆરોગ્યપ્રદ સાબિત થયા છે. અઠવાલાઇન્સમાં આવેલ ગોકુલમ, ભેસ્તાનમાં આવેલા આઈસ્ક્રીમના નમૂના ફેલ ગયા છે તો આરોગ્ય વિભાગે 15 કીલો કોકો પાઉડર અને મિલ્ક પાવડરનો નાશ કર્યો છે. તંત્ર દ્વારા સંસ્થા અને જવાબદાર લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે.

નમુના ફેલ થયેલા અલગ-અલગ આઈસ્ક્રીમ પાર્લર ની યાદી

  1. કોમલ આઈસક્રીમ અને જ્યુસ સેન્ટર
  2. શ્રીનાથ આઈસક્રીમ
  3. શ્રીદેવ આઈસક્રીમ અને ફાલુદા
  4. જનતા આઈસક્રીમ
  5. મહાદેવ આઈસક્રીમ
  6. સાવલીયા આઈસક્રીમ
  7. શ્રીનાથ આઈસક્રીમ
  8. ગોકુલમ

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:08 pm, Wed, 31 May 23