Ahmedabad: જમીન કૌભાંડમાં IAS પર સકંજો, કે.રાજેશને આજે CBI કોર્ટમાં રજૂ કરવામાં આવશે

|

May 21, 2022 | 9:32 AM

સુરતથી પકડાયેલા IASના સાગરિત રફિક મેમણના 1 દિવસના રિમાન્ડ પણ મંજુર કરવામાં આવ્યા હતા. આજે રફિક મેમણની જામીન અરજી પર પણ સુનાવણી હાથ ધરવામાં આવશે.

Ahmedabad News: જમીન સોદા કૌભાંડના આરોપમાં કોર્ટના આદેશ બાદ CBI દ્વારા ગુજરાત કેડરના આઈએએસ કે. રાજેશની (IAS K Rajesh) ધરપકડ કરવામાં આવી છે. આજે કે.રાજેશને CBI (Central Bureau Investigation) કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ મામલે CBI એ કે. રાજેશના કથિત મધ્યસ્થી રફિક મેમણની પણ સુરતથી ધરપકડ કરી છે. મહત્વનું છે કે CBI કોર્ટે CBIને સવાલ કર્યો હતો કે 98 હજારની લાંચ લેનારની ધરપકડ કરવામાં આવી હોય તો…3 લાખની લાંચ લેનાર અધિકારીની ધરપકડ કેમ કરવામાં આવી નહીં? જેના પગલે CBI એ કે. રાજેશ પર સંકજો કસ્યો છે. ઉપરાંત સુરતથી પકડાયેલા રફિક મેમણના 1 દિવસના રિમાન્ડ પણ મંજુર કરવામાં આવ્યા હતા. આજે રફિક મેમણની જામીન અરજી પર પણ સુનાવણી હાથ ધરવામાં આવશે.

IAS કે રાજેશ પર ગંભીર આરોપ

તમને જણાવવું રહ્યું કે IAS કનકપતિ રાજેશ મૂળ આંધ્રપ્રદેશના(Andhrapradesh)  વતની છે અને 2011 બેચના ગુજરાત કેડરના IAS છે. જે અગાઉ સુરત જિલ્લા વિકાસ અધિકારી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. ઉમદા કામગીરી બદલ 2017માં તેઓ શ્રેષ્ઠ કલેક્ટરનો એવોર્ડ પણ જીતી ચૂક્યા છે. કે.રાજેશ સામે કેટલાક લોકોએ કથિત જમીન સોદા કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ બંદુક લાઇસન્સની મંજૂરી માટે પણ લાંચ લીધી હોવાનો અરજદારો આરોપ લગાવ્યો હતો. આ તમામ આરોપોને પગલે IAS કે.રાજેશની CBIએ ધરપકડ કરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ માત્ર સુરેન્દ્રનગરમાં (Surendanagar) જ કે.રાજેશે 80 લાખની લાંચ લીધી હતી.

Published On - 7:44 am, Sat, 21 May 22

Next Video