IAS કે.રાજેશ સામેની તપાસમાં નવો ઘટસ્ફોટ, સુરેન્દ્રનગરના અધિક કલેક્ટરે લગાવ્યો ગંભીર આરોપ

|

May 31, 2022 | 2:49 PM

કે.રાજેશના (IAS K Rajesh)  કાર્યકાળ દરમિયાન અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવતા ચંદ્રકાંત પંડ્યાએ ગંભીર આક્ષેપ લગાવ્યાં છે.

સુરેન્દ્રનગરના (Surendranagar) તત્કાલિન કલેક્ટર કે.રાજેશ સામે જમીન અને હથિયાર અંગે ગેરરીતિ કરવા અંગે તપાસ ચાલી રહી છે, ત્યારે ALCની જમીન ખાનગી ઠરાવી લેવા મામલે નવો ઘટસ્ફોટ થયો છે. કે.રાજેશના(K Rajesh)  કાર્યકાળ દરમિયાન અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવતા ચંદ્રકાંત પંડ્યાએ ગંભીર આક્ષેપ લગાવ્યાં છે.ચંદ્રકાંત પંડ્યાનો આક્ષેપ છે કે કે.રાજેશે તેમને ધમકી આપી બામણબોરની જમીન ક્લિયર કરાવી હતી.મહત્વનું છે કે સુરેન્દ્રનગરના તત્કાલિન અધિક કલેક્ટર ચંદ્રકાંત પંડ્યા (Chandrakant Pandya) સામે પણ ફરિયાદ નોંધાઇ હતી અને તેઓ જેલવાસ ભોગવી ચુક્યાં છે.તેમના પર સરકારી જમીન ખાનગી પાર્ટીને ઠરાવવી દેવાનો આરોપ લાગ્યો હતો.

આ કારણે IAS કે.રાજેશ પર સકંજો કસાયો

આ કેસમાં સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમા પટેલે(Soma Patel ) 11 મેએ 27 મુદ્દા સાથેનો 15 પાનાંનો એક પત્ર લખી કે. રાજેશની નાણાકીય ગેરરીતિનો ઘટસ્ફોટ કર્યો હતો. આ પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીને લખવામાં આવ્યો હતો અને કે.રાજેશ વિરુદ્ધ CBI તપાસની માગ કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર વખત સાંસદ અને લીંબડી અને વિરમગામ વિધાનસભા વિસ્તારમાં (Assembly Seat) ત્રણ વખત ધારાસભ્યપદે રહી ચૂકેલા પૂર્વ સાંસદ સોમા પટેલે પીએમઓ (PMO) કાર્યાલયમાં 11મી મે 2022ના રોજ લેખિત રજૂઆત કરી હતી.

Published On - 1:00 pm, Tue, 31 May 22

Next Video