Gujratમાં પવિત્ર સંબંધ લજવાયા, બળાત્કારની ત્રણ ઘટનાઓમાં પતિ , પિતા-પુત્ર અને સગા બનેવીની સંડોવણી સામે આવી

|

Oct 09, 2023 | 11:39 AM

Surat - Bharuch : દક્ષિણ ગુજરાતમાં બળાત્કાર(Rape)ની ત્રણ ઘટનાઓએ ફરી એકવાર મહિલાઓની અસલામતી તરફ ઈશારો કર્યો છે. પણ આ બનાવોમાં સંબંધો લજવાય છે. ક્યાંક પતિ તેની નજર સામે પતિનીએ ત્રાહિત વ્યક્તિ પાસે પીંખાવી નાખતો હતો તો ક્યાંક સગા બનેવીએ સાળીને ગર્ભવતી બનાવી છે.

Surat – Bharuch : દક્ષિણ ગુજરાતમાં બળાત્કાર(Rape)ની ત્રણ ઘટનાઓએ ફરી એકવાર મહિલાઓની અસલામતી તરફ ઈશારો કર્યો છે. પણ આ બનાવોમાં સંબંધો લજવાય છે. ક્યાંક પતિ તેની નજર સામે પતિનીએ ત્રાહિત વ્યક્તિ પાસે પીંખાવી નાખતો હતો તો ક્યાંક સગા બનેવીએ સાળીને ગર્ભવતી બનાવી છે. ત્રીજી ઘટનામાં ઉછીના આપેલા પૈસાની વસુલાત પિતા-પુત્રએ મહિલાની આબરૂ લઈ કરી હતી.

સુરતમાં મૂર્તિકાર મહિલા સાથે બળાત્કાર

ગણપતિ તેમજ દશામાની મૂર્તિ બનાવનાર મૂર્તિકાર મહિલાએ ઉછીના આપેલા રૂપિયા 2 લાખ રૂપિયા પરત માંગ્યા હતા. ગણેશ ઉત્સવ દરમિયાન મૂર્તિનો સારો વેપાર ન થવાથી મહિલા આ રકમ પરત આપવા દબાણ કર્યું હતી.  ઉછીના આપેલા પૈસાની વસુલાત શરૂ થતા રકમ લેનાર પિતા-પુત્રએ મહિલા સાથે દાદાગીરી શરૂ કરી  બળાત્કાર ગુજાર્યો હતો.

આ મહિલાને બળજબરીથી દારૂ પણ પીવડાવવામાં આવ્યો હતો.ઘટનાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં છે. આ મામલે આરોપીઓ પૈકી એકની અટકાયત કરી લેવાઈ છે જ્યારે પુત્રને પકડવા માટેના ચક્રો ગતિમાન કરાયા છે.

લગ્ન પહેલા યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી પાસેથી શું માંગ્યું હતું?
આ 5 આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોનું ભારતીય મહિલાઓ પર આવ્યું દિલ પછી કર્યા લગ્ન, જુઓ Photos
અમદાવાદના 5 સૌથી અમીર વ્યક્તિઓનું લિસ્ટ, અહીં જાણો નામ
ભારતનું અનોખુ રેલવે, 28 અક્ષરનું છે નામ, જાણો વિશેષતા
Astrology : શનિનું નક્ષત્ર પરિવર્તન થયું, હવે આ રાશિના જાતકો 1 વર્ષ ધ્યાન રાખજો
TMKOC : 'તારક મહેતા' શોમાં પરત ફરશે દિશા વાકાણી ? અસિત મોદીએ કર્યો ખુલાસો

પીડિતા ઘરમાં એકલા હતા તે સમય તકરાર કરવા ગયેલા આરોપી શિવકુમાર અને તેના પુત્ર વેદાંતે મહિલાને ચપ્પુ બતાવીને બળાત્કાર ગુજાર્યો હતો.

પતિએ પવિત્ર સંબંધોને લાંછન લગાડયું

પાંડેસરામાં રહેતી પરપ્રાંતીય મહિલાને તેનો પતિ જ પોતાના મિત્ર સાથે સંબંધ બાંધવા મજબૂર કરતો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પરપુરુષ સામે સંબંધ બાંધવા મહિલા ઇન્કાર કરે તો તેને માર મારવામાં આવતો હતો. પતિના ત્રાસથી કંટાળેલી મહિલા પોલીસ પાસે પહોંચી હતી.

મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે પતિ અને તેનો મિત્ર છેલ્લા 3 મહિનાથી આ હીન હરકત કંટાળતા હતા જે પીડિતાને શારીરિક અને માનસિક વેદનાઓમાંથી પસાર કરી રહી હતી.

આ પણ વાંચો : Bharuch : નેશનલ હાઇવે પર અકસ્માત નિયંત્રણ માટે પોલીસની ટ્રક ચાલકોને ચીમકી : કાયદાનું પાલન કરો નહીંતર કાર્યવાહી માટે તૈયાર રહો

બનેવીએ સાળીને ગર્ભવતી બનાવી

સંબંધોને લજવતી ત્રીજી ઘટના અંકલેશ્વરમાં બની છે.  અહીં બહેનના ઘરે મહેમાન બનીને આવેલી કિશોરી ઉપર સગા બનેલીએ વારંવાર બળાત્કાર ગુજાર્યો છે. કિશોરી ગર્ભવતી બનતા ભાંડો ફૂટ્યો હતો. બનાવની જાણ પીડિતાના પરિવારજન અંકલેશ્વર પોલીસને કરતા તાત્કાલિક બળાત્કારી બનેવીને ઝડપી લેવાયો છે. પોલીસે તબીબી તપાસ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:27 am, Sun, 8 October 23

Next Article