Gandhinagar: ચ-0 થી ઘ-0 તરફ જવાના રસ્તા પર પડ્યો મસ મોટો ભૂવો, એક બાઇક સવાર ભૂવામાં પડતા ઇજાગ્રસ્ત

|

Aug 13, 2022 | 2:55 PM

ગાંધીનગરમાં (Gandhinagar) પડેલા ભૂવામાં એક બાઇક સવાર પણ ખાબકી ગયો હતો. જો કે ભારે જહેમત બાદ ભૂવામાં (sinkhole) પડેલા વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો હતો.

ચોમાસાના (Monsoon 2022) વરસાદ બાદ રાજ્યમાં અલગ અલગ સ્થળે રસ્તા ધોવાઇ જવાની અને ભૂવા પડવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. જો કે હવે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં (Gandhinagar) પણ ભૂવા બનવાની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. ગાંધીનગરમાં સવારે ચ-૦ થી ઘ-૦ તરફ જતા રસ્તા ઉપર મોટો ભૂવો પડ્યો છે. એટલુ જ નહીં આ ભૂવામાં એક બાઇક સવાર પણ ખાબકી ગયો હતો. જો કે ભારે જહેમત બાદ ભૂવામાં પડેલા વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો હતો. તો ભૂવો (sinkhole) પડવાની અને તેમાં બાઇક સવાર પડવાની ઘટનાને પગલે વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે.

ભૂવામાં ખાબકેલો બાઇક ચાલક ઇજાગ્રસ્ત

ગુજરાતનું પાટનગર ગાંધીનગર પણ હવે જાણે ભૂવાનગરી બની ગયુ છે. ચોમાસા બાદ ગાંધીનગરમાં પણ ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. આજે સવારે ગાંધીનગરના ચ-0થી ઘ-0 તરફ જતા રસ્તા પર મોટો ભૂવો પડ્યો છે. જેની જાણ ન હોવાના કારણે આ રસ્તા પરથી પસાર થતો એક બાઇક ચાલક ભૂવામાં ખાબક્યો હતો. જેના પગલે બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ ઘટનાને ધ્યાને લઇને તંત્ર દ્વારા તાત્કાલિક ભૂવાની આસપાસ બેરિકેટ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

રજા જેવો માહોલ હોવાથી મોટી હોનારત ટળી

મહિનાના બીજા શનિવારના રોજ ગાંધીનગરમાં મોટેભાગે રજા જેવો માહોલ હોય છે. ત્યારે લોકોની અવરજવર ઓછી હોવાથી કોઇ મોટી હોનારત બની નથી. જો કે જ્યાં સુધી કોઇ મોટી હોનારત બનતી નથી ત્યાં સુધી જાણે કોર્પોરેશનના પેટનું પાણી પણ હલતુ નથી. જેના જ પગલે જાણે હાલ ગાંધીનગર જાણે ભૂવાનગરી બનતુ જઇ રહ્યુ છે. વારંવાર રસ્તામાં પડતા ભૂવા સરકાર અને તંત્રની પોલ ખૂલ્લી કરે છે.

Next Video