Gujarat Video: અમરેલીમાં સુરવો નદી પરના ચેકડેમમાં ગાબડુ, વરસાદી પાણી નદીમાં વહી જતા ખેડૂતોમાં ચિંતા

Amreli: અમરેલી જિલ્લામાં વડિયા વિસ્તારમાં આવેલ ચેકડેમમાં મોટુ ગાબડુ પડ્યુ છે. પાંચ વર્ષ અગાઉ નાનુ ગાબડુ પડવાને લઈ સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આ અંગે કોઈ જ દરકાર લેવામાં આવી નહોતી.

Gujarat Video: અમરેલીમાં સુરવો નદી પરના ચેકડેમમાં ગાબડુ, વરસાદી પાણી નદીમાં વહી જતા ખેડૂતોમાં ચિંતા
સુરવો નદી પરના ચેકડેમમાં ગાબડુ
| Edited By: | Updated on: Jul 05, 2023 | 8:32 PM

 

અમરેલી જિલ્લામાં વડિયા વિસ્તારમાં આવેલ ચેકડેમમાં મોટુ ગાબડુ પડ્યુ છે. પાંચ વર્ષ અગાઉ નાનુ ગાબડુ પડવાને લઈ સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આ અંગે કોઈ જ દરકાર લેવામાં આવી નહોતી. જેને લઈ હવે આ ગાબડુ મોટુ પડતા સ્થાનિક ખેડૂતોમાં ચિંતા છવાઈ ગઈ છે. હાલમાં ચોમાસાનો માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર અને અમરેલીના અનેક તળાવો અને ચેકડેમ ભરાવા સાથે નદીઓમાં પાણીની આવક થઈ રહી છે. આ દરમિયાન સુરવો નદીના ચેકડેમમાં ગાબડુ પડવાને લઈ ખેડૂતોમાં ચિંતા છવાઈ છે.

ખેડૂતોને સિંચાઈ અને ભૂગર્ભ જળ જળવાઈ રહેવા માટે આ પ્રકારના ચેકડેમ અને આડબંધ ખૂબ જ ઉપયોગી નિવડતા હોય છે. પરંતુ ચેકડેમના નાનકડા ગાબડાને લઈ તંત્ર દ્વારા કોઈ જ દરકાર નહીં લેવામાં આવતા આખરે ચેકડેમમાં મોટુ ગાબડુ સર્જાયુ છે. હવે પાણી આ ગાબડામાંથી વહી જવાને લઈ સિંચાઈને લઈ ખેડૂતોને સમસ્યા સર્જાઈ છે.

 

આ પણ વાંચોઃ  Gujarat Video: હિંમતનગરમાં મૃત બાળકની કલાકો સુધી કરી સારવાર, PM-JAY ના પૈસા પડાવવા હોસ્પિટલનુ કારસ્તાન!

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:31 pm, Wed, 5 July 23