વતન જવાની તાલાવેલી, છઠ પૂજાનો ઉત્સાહ…સુરત રેલવે સ્ટેશન પર ઉમટી લોકોની ભીડ

|

Nov 12, 2023 | 10:06 PM

ઉધના રેલવે સ્ટેશનથી ખાસ ટ્રેન ઉપાડવાની તંત્રએ જાહેરાત કરી છે. આમ છતાં ટ્રેનની નિયત સીટ કરતા 10 ગણા વધુ લોકોની ભીડ જામી છે. જેને જોતા રેલવે સ્ટેશન પર કોઈ દુર્ઘટના ન થાય તે માટે તંત્ર સતર્ક બન્યું છે. સુરત રેલવે સ્ટેશન પર RPF અને પોલીસ જવાનોનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

દિવાળી અને નવા વર્ષના તહેવારની સાથે જ છઠ્ઠ પૂજાને લઈ લોકોમાં જોરદાર ઉત્સાહ છે. સુરતમાં વસતા ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડના લોકો મોટી સંખ્યામાં વતનમાં છઠ્ઠ પર્વ ઉજવતા હોય છે. સુરત રેલવે સ્ટેશનથી વતન જવા માટે લોકોની ભારે ભીડ છે. કેટલાક લોકો તો 24 કલાક કરતા પણ વધુ સમયથી પ્લેટફોર્મ પર જ અટવાયા છે.

આ પણ વાંચો સુરત: રેલવે સ્ટેશનની દુર્ઘટના બાદ ઉઠ્યા પ્રશ્નો, ટિકિટ માટે લાંબી લાઈનોથી પણ વિકટ પરિસ્થિતિના ભણકારાનો અંદાજ ન આવ્યો?

લોકોના ઘસારાને પહોંચી વળવા માટે રેલવે તંત્રએ પણ ખાસ આયોજન કર્યું છે. ઉધના રેલવે સ્ટેશનથી ખાસ ટ્રેન ઉપાડવાની તંત્રએ જાહેરાત કરી છે. આમ છતાં ટ્રેનની નિયત સીટ કરતા 10 ગણા વધુ લોકોની ભીડ જામી છે. જેને જોતા રેલવે સ્ટેશન પર કોઈ દુર્ઘટના ન થાય તે માટે તંત્ર સતર્ક બન્યું છે. સુરત રેલવે સ્ટેશન પર RPF અને પોલીસ જવાનોનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video