Paper Leak : પરીક્ષા પહેલા મુખ્ય સૂત્રધાર સયાજીગંજની હોટલ અપ્સરામાં રોકાયો હતો, ગુજરાત ATSએ કરી બે આરોપીની અટકાયત

|

Jan 29, 2023 | 2:22 PM

Paper Leak : પરીક્ષા અગાઉ મોડી રાત્રે સયાજીગંજની હોટલ અપ્સરામાં બંન્ને શખ્સો ગયા હતા. ગુજરાત ATSએ પ્રદીપ અને નરેશ મોહંતીની અટકાયત કરી હતી. પ્રદીપ નામનો શખ્સ હૈદરાબાદથી પેપર લઈને વડોદરા આવ્યો હતો.

જુનિયર ક્લાર્ક પેપર લીકમાં મોટી માહિતી સામે આવી છે. જયાં અટકાયત કરાયેલા બંન્ને શખ્સો વડોદરાની હોટલ અપ્સરામાં રોકાયા હતા. પરીક્ષા અગાઉ મોડી રાત્રે સયાજીગંજની હોટલ અપ્સરામાં બંન્ને શખ્સો ગયા હતા. ગુજરાત ATSએ પ્રદીપ અને નરેશ મોહંતીની અટકાયત કરી હતી. બન્ને શખ્સો રૂપિયા 12થી 15 લાખમાં પેપર આપવાના હતા. પ્રદીપ નાયક પશ્વિમ બંગાળનો અને નરેશ મોહંતી સુરતનો રહેવાસી છે. પોલીસની પૂછપરછમાં વધુ વિગતો સામે આવી શકે છે.

જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક કેસ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. હૈદરાબાદના પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હોવાનું સામે આવ્યું છે. હૈદરાબાદથી પેપર વડોદરા લવાયું હતું. પ્રદીપ નામનો શખ્સ પેપર લઈને આવ્યો હતો અને 12થી 15 લાખમાં પેપરનો સોદો થયો હતો. પેપર લઈને આવનાર શખ્સ પ્રદીપ નાયક પશ્ચિમ બંગાળનો છે અને તે રાત્રે સ્ટેક વાઇઝ ટેકનોલોજી નામના કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થીઓને પેપર લખાવવાનો હતો. જેના પર ATS પહેલેથી જ વૉચ રાખીને બેઠી હતી.

અત્યાર સુધીમાં 15 આરોપીની ધરપકડ

ગુજરાત ATS પ્રમાણે, પ્રો-એક્ટીવ એપ્રોચના ભાગરૂપે તપાસ ટીમની રચના કરાઈ હતી. ઘણા જૂના શકમંદ આરોપીઓ પર છેલ્લા 5 દિવસથી વૉચ રાખવાનું શરૂ કર્યું હતું. ATSને ગઈકાલે સૂચના મળી હતી કે આરોપીઓ વડોદરામાં વિદ્યાર્થીઓને ભેગા કરી રહ્યા છે. તેના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા. જે 15 આરોપીઓ પકડાયા છે તે આંતરરાજ્ય ગેંગના છે. ગેંગમાં જુદા-જુદા રાજ્યના આરોપીઓ છે. ક્લાસિસના સંચાલક ભાસ્કર ચૌધરીની ATSએ કરી અટકાયત કરી છે.

Published On - 2:16 pm, Sun, 29 January 23

Next Video