ગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય, ફાયર એનઓસી વિનાની હોસ્પિટલો ઓપરેશન નહિ કરી શકે

|

Feb 15, 2022 | 11:48 PM

રાજ્યમાં ફાયર સેફ્ટીની NOC વિના હોસ્પિટલમાં ઓપરેશન થઈ શકે શકશે નહીં. ફાયર સેફ્ટી એક્ટની યોગ્ય અમલવારીને લઈને હાઈકોર્ટમાં થયેલી પિટિશન પર સુનાવણી હાથ ધરાતા હાઈકોર્ટે રાજ્ય સરકારને આ આદેશ આપ્યો છે.જેમાં ફાયર NOC વિના હોસ્પિટલમાં ઓપીડી જ ચલાવી શકશે

ગુજરાતમા ફાયર સેફટીની(Fire Safety)અમલવારી માટે કડક વલણ અપનાવતા ગુજરાત હાઇકોર્ટે(Highcourt)આજે એક મહત્વનો આદેશ કર્યો છે. જેમાં રાજ્યમાં ફાયર સેફ્ટીની NOC વિના હોસ્પિટલમાં(Hospital)ઓપરેશન થઈ શકે શકશે નહીં. ફાયર સેફ્ટી એક્ટની યોગ્ય અમલવારીને લઈને હાઈકોર્ટમાં થયેલી પિટિશન પર સુનાવણી હાથ ધરાતા હાઈકોર્ટે રાજ્ય સરકારને આ આદેશ આપ્યો છે.જેમાં ફાયર NOC વિના હોસ્પિટલમાં ઓપીડી જ ચલાવી શકશે તેમજ હાઈકોર્ટે આદેશ કર્યો કે હોસ્પિટલમાં ઈન્ડોર પેશન્ટ સરકારે બંધ કરાવવા પડશે તેમજ આવી હોસ્પિટલ સામે કાર્યવાહી જરૂરી છે.

રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ સ્વીકાર્યુ છે કે રાજ્યમાં 71 હોસ્પિટલ અને 229 સ્કૂલ પાસે ફાયર સેફ્ટીની વેલિડ NOC નથી. ગુજરાત હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે, શાળામાં જો આગ લાગે તો નિર્દોષ બાળકોનો શું વાંક છે. ત્યારે એડવોકેટ જનરલે કોર્ટને જાણ કરી કે આવી સ્કૂલ અને હોસ્પિટલ પાસે ફાયર ફાઇટર્સ ઉપલબ્ધ રહે તેવી વ્યવસ્થા કરાઈ રહી છે. આ ઉપરાંત હાઇકોર્ટે નોંધ્યું છે કે ફાયર NOC વગરની શાળા ઓફલાઈન ચલાવી શકાશે નહીં.

આ પણ વાંચો : Surat : ગ્રીષ્મા વેકરીયાના પરિજનો સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે વિડીયો કોલથી સંવેદના વ્યક્ત કરી

આ પણ વાંચો : Ahmedabad : કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ગૃહ મંત્રી હર્ષ સંઘવીના રાજીનામાંની માંગ

Published On - 10:55 pm, Tue, 15 February 22

Next Video