Amit shah Visit: કચ્છમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું હવાઈ નિરીક્ષણ, જુઓ આકાશી તારાજીનો Video

કેન્દ્રીય ગૃહમંત્રી બિપરજોઇ વાવાઝોડાથી અસરગ્રસ્ત કચ્છ ભુજ જીલ્લાનું હવાઇ નિરીક્ષણ કર્યુ. કેન્દ્ર સરકારે આ કુદરતી આફત માટે ગુજરાતને પોતાનો સંપૂર્ણ સહયોગ આપશે તેવી ખાતરી આપી હતી.

| Edited By: | Updated on: Jun 17, 2023 | 2:49 PM

Amit shah Visit : જે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત પહોંચ્યા હતા જે દરમ્યાન વાવાઝોડાની અસરના પગલે પરિસ્થિતિનો તાત મેળવ્યો હતો. ખાસ કરીને ભારત સરકારના સંબંધિત અધિકારીઓ, ગુજરાત સરકારના અધિકારીઓ, જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ કરીને તમામ પ્રકારની મદદ આપવા માટે તાકીદ કરી હતી. શેલ્ટર હોમામાં ખસેડાયેલા લોકોની મુલાકાત લીધી હતી. જે બાદ અમિત શાહે હેલિકોપ્ટર મારફરતે હવાઈ નિરીક્ષણ કર્યું હતું. જે દરમ્યાન કેન્દ્ર સરકારે આ કુદરતી આફત માટે ગુજરાતને પોતાનો સંપૂર્ણ સહયોગ આપશે તેવી ખાતરી આપી હતી.

આ પણ વાંચો : રથયાત્રાના દિવસે કેટલા વાગે કયા સ્થળે થશે રથના દર્શન ? જાણો શું હશે રથયાત્રા સુધીનો સમગ્ર કાર્યક્રમ

બિપરજોય વાવાઝોડા સમયે કચ્છમાં જોરદાર પવન ફૂંકાયો હતો જેના કારણે ઠેરઠેર વિનાશના દ્રશ્યો જોવા મળ્યા હતા. અંજાર અને મુન્દ્રામાં અનેક વિસ્તારોમાં મોટા-મોટા વૃક્ષ જમીનદોસ્ત થઈ ગયાં છે. હાલ રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી ચાલુ. જે તમામ કામગીરીનું હવાઈ નિરીક્ષણ ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:46 pm, Sat, 17 June 23