Kutch : ગાંધીધામની શાળાના પુસ્તકમાં ગૌમાંસ ખાવાના ઉલ્લેખનો વિવાદ વકર્યો, શાળાએ માગવી પડી માફી, જુઓ Video

|

Mar 20, 2024 | 9:57 AM

કચ્છ જિલ્લાના ગાંધીધામની શાળાની પુસ્તકમાં ગંભીર બેદરકારી સામે આવી છે. ગાંધીધામની ‘ગો ગોયન્કા’ શાળાના નાના બાળકો માટેના એક અંગ્રેજી પુસ્તકમાં ગૌમાંસ ખાઇ શકાય છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગાય અંગે લખાયેલા ફકરામાં આ વિવાદીત લખાણ લખાયુ છે.

કચ્છ જિલ્લાના ગાંધીધામમાં આવેલા એક પુસ્તકના લખાણથી વિવાદ સર્જાયો છે. શાળાના એક પુસ્તકમાં ગાય વિશેની માહિતી આપતા ફકરામાં વિવાદિત લખાણ લખવામાં આવ્યુ છે. પુસ્તકમાં ગાયનું માંસ ખાઇ શકાય છે, તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ લખાણને લઇને વાલીઓ અને હિન્દુ સંગઠનોને વિરોધ નોંધવતા શાળાએ માફી માગવી પડી છે.

કચ્છ જિલ્લાના ગાંધીધામની શાળાની પુસ્તકમાં ગંભીર બેદરકારી સામે આવી છે. ગાંધીધામની ‘ગો ગોયન્કા’ શાળાના નાના બાળકો માટેના એક અંગ્રેજી પુસ્તકમાં ગૌમાંસ ખાઇ શકાય છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગાય અંગે લખાયેલા ફકરામાં આ વિવાદીત લખાણ લખાયુ છે.

આ પણ વાંચો-બનાસકાંઠા: કોંગ્રેસ છોડી ગયેલા ઠાકોર સમાજના આગેવાનોને ગેનીબેને લીધા આડેહાથ, જુઓ

જે પછી ગાય માતાનું અપમાન થતાં વાલીઓ અને હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો. આ મામલાએ મોટુ તુલ પકડ્યુ હતુ અને શાળામાં હોબાળો થઇ ગયો હતો. ઘટનાના પગલે અંતે શાળા સંચાલકે માફી માગી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video