Himmatnagar Breaking News : હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો ! જુઓ Video
હિંમતનગરમાં દારુ વેચાનનો વિડીયો વાયરલ થયો છે. દારુની ભરેલી બોટલ જાહેરમાર્ગ પર રાખવામાં આવી હતી. એક ટ્યુશન ક્લાસેસની નીચેથી જથ્થો મળી આવ્યો છે. સ્થાનિક યુવકે એક મોપેડની સીટ નીચેના ડિકીમાં દારુનો જથ્થો હોવાનો વીડિયો વાયરલ કર્યો છે.
ગુજરાત રાજ્યને દેશનું એકમાત્ર સંપૂર્ણ દારૂબંધી ધરાવતું રાજ્ય માનવામાં આવે છે. જો કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ મળવાના કિસ્સા યથાવત છે. ડ્રાય સ્ટેટ ગણાતા ગુજરાતમાં ઘણીવાર દારૂની મહેફિલ ઝડપાતી હોય છે અને ગેરકાયદેસર દારૂનો વેપાર થતો હોવાનું સામે આવે છે. રાજ્યમાં દારૂના વેચાણ, ખરીદી, સંગ્રહ અને સેવન પર કાયદેસર પ્રતિબંધ છે.
ગઇકાલે 09 જૂને હિંમતનગર ખેડ તસીયા રોડ પર જાહેરમાં દારૂની બોટલોની લાઈન કરાઈ હતી. 12 જેટલી દારૂની બોટલો શહેરુ મુખ્ય રસ્તા પર ગોઠવાઈ હતી. જામુન શોટ સહિતની દારુની બોટલો ગોઠવાઈ હતી. દારુની બોટલો ગોઠવેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોશ વિસ્તારને જોડતા મુખ્ય માર્ગ પર દારુની બોટલો ગોઠવાતા પોલીસ દોડતી થઈ હતી. અસામાજીક તત્વો, દારુડિયા અને બુટલેગર છાકટા બન્યા હોય એવી સ્થિતિનો વીડિયો વાયરલ
બરોડા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પરથી પકડાયો દારૂનો જથ્થો
બરોડા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પરથી કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો પકડાયો છે. દસક્રોઇના બીડીપુરા ગામ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રકમાં 1.49 કરોડથી વધુની કિંમતના 1300 દારૂના બોક્સ કબજે કરાયા છે. દારૂનો જથ્થો, ટ્રક સહિત 1.74 કરોડથી વધુનો મુદામાલ કબજે કર્યો છે. રાજસ્થાનના ટ્રક ડ્રાઇવરની પણ ધરપકડ કરવામાં આવી છે. ટ્રક માલિક, દારૂનો જથ્થો મોકલનાર અને રાજકોટથી દારૂનો જથ્થો મંગાવનારની શોધખોળ શરૂ છે.