રેલવે મંત્રીની મોટી જાહેરાત, અમદાવાદથી દોડતી આ હેરિટેજ ટ્રેનના ફેરા વધારાયા
રેલવે મંત્રીએ અમદાવાદના વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના નવનિર્મિત નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશનના સાબરમતી કન્ટ્રોલ રૂમનું નિરીક્ષણ પણ કર્યું હતું. તો રેલવેના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને રાજ્યમાં ચાલી રહેલા વિવિધ રેલ પ્રોજેકટની માહિતી રેલવે મંત્રીએ મેળવી હતી.
કેન્દ્રિય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદ ખાતે રેલવે ઓફિસની મુલાકાત લીધી હતી. આ દરમિયાન કેન્દ્રીય રેલવે મંત્રીએ હેરિટેજ ટ્રેનને લઈને મોટી જાહેરાત કરી છે. અમદાવાદથી એક્તાનગર વચ્ચે દોડતી હેરિટેજ ટ્રેનના ફેરા વધારવાની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રેન માત્ર રવિવારે જ દોડતી હતી. જે ટ્રેન હવે બે દિવસ દોડાવાશે.
આ દરમિયાન રેલવે મંત્રીએ અમદાવાદના વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના નવનિર્મિત નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશનના સાબરમતી કન્ટ્રોલ રૂમનું નિરીક્ષણ પણ કર્યું હતું. તો રેલવેના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને રાજ્યમાં ચાલી રહેલા વિવિધ રેલ પ્રોજેકટની માહિતી રેલવે મંત્રીએ મેળવી હતી.
