અરવલ્લીઃ સાબરડેરીના ભાવફેર સામે અસંતોષ દર્શાવી રેલી નીકાળતા પશુપાલકોને અટકાવ્યા, જુઓ વીડિયો

|

Jul 20, 2024 | 3:33 PM

મોડાસા શહેરમાં શનિવારે પશુપાલકોએ રેલી નિકાળી હતી. પશુપાલકો મોડાસા શહેરના સહયોગ ચોકડીથી ક્લેક્ટર કચેરી જવા માટે નિકળ્યા હતા. આ દરમિયાન પોલીસે તેમને અટકાવીને લાઉડ સ્પીકર બંધ કરાવી દીધા હતા. પશુપાલકો દ્વારા ક્લેક્ટરને આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવનાર હતી.

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં શનિવારે પશુપાલકોએ રેલી નિકાળી હતી. પશુપાલકો મોડાસા શહેરના સહયોગ ચોકડીથી ક્લેક્ટર કચેરી જવા માટે નિકળ્યા હતા. આ દરમિયાન પોલીસે તેમને અટકાવીને લાઉડ સ્પીકર બંધ કરાવી દીધા હતા. પશુપાલકો દ્વારા ક્લેક્ટરને આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવનાર હતી.

સાબરડેરીની સામાન્ય ચૂંટણી બાદ ચેરમેનની ચૂંટણી યોજાઈ નથી. જેને લઈ ભાવફેર સાબરડેરીના એમડી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જે ભાવફેર વચગાળાનો જાહેર કરવામાં આવ્યો છે. આમ સામાન્ય સભા બાદ સંપૂર્ણ ભાવફેર જાહેર કરવામાં આવનાર હોવાનું મનાઈ રહ્યું છે. આમ સહકારી અને સાબરડેરીના રાજકારણને ગરમ કરવા માટે કેટલાક આગેવાનોને મુદ્દો મળી ગયો હોય એમ છેલ્લા કેટલાક દિવસોથી આ મામલે માહોલ ગરમ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વિશેષ તૈયારી કરાઈ, ચાંદીપુરા વાઇરસને લઈ તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video