Gujarat Weather Forecast: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી,જુઓ Video

| Edited By: | Updated on: Jul 01, 2023 | 8:02 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે આણંદ,અમદાવાદ, ભરુચ, બનાસકાંઠા, ગાંધીનગર,ખેડા, મહીસાગર, મોરબી, મહેસાણા, પોરબંદર, રાજકોટ, તાપી સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

Gujarat Rain : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે આણંદ,અમદાવાદ, ભરુચ, બનાસકાંઠા, ગાંધીનગર,ખેડા, મહીસાગર, મોરબી, મહેસાણા, પોરબંદર, રાજકોટ, તાપી સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ અમરેલી, બોટાદ, દેવભૂમિદ્વારકા, જામનગર જિલ્લામાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

આ પણ વાંચો :Gujarat Weather Forecast: આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જુઓ Video

ગીરસોમનાથ, જુનાગઢ જિલ્લામાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ મોરબી, નર્મદા, નવસારી, સાબરકાંઠા જિલ્લામાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. સુરત અને વલસાડમાં 27 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આજે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.

આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી

ચોમાસાના પ્રારંભથી જ રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈને ફરી આગાહી કરી છે. આગામી 24 કલાક રાજ્યમાં અતિભારે હોવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 24 કલાક સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની શક્યતા છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો