Monsoon 2022: સ્વતંત્રતા પર્વ પર ગુજરાતને ધમરોળશે મેઘરાજા, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

|

Aug 12, 2022 | 4:05 PM

હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ ગુજરાતમાં પંચમહાલ , દેવભૂમિ દ્વારકા,નવસારી ગીર સોમનાથ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વરસાદ થવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.

ગુજરાતમાં (Gujarat) પાંચ દિવસ છૂટાછવાયા વરસાદની (Rain) હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠામાં 15 અને 16 ઓગસ્ટે ભારે વરસાદ પડવાની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ધોધમાર વરસાદ પડી શકે છે. રાજ્યના હવામાન વિભાગના મતે અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટા પડશે. અરબી સમુદ્રમાં દબાણ હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત કરાયા છે. સૌરાષ્ટ્ર (Saurashtra)અને દક્ષિણ ગુજરાતના બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદનીઆગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થતાં ગાજવીજ સાથે વરસાદની (Monsoon 2022) સંભાવના સેવા રહી છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદ પડી શકે છે. તો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની (heavy rain) આગાહી હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવી છે.તો સૌરાષ્ટના દરિયા કાંઠા વિસ્તારોમાં અતિભારે વરસાદી આગાહી છે. ભારે વરસાદને પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં પંચમહાલ, દેવભૂમિ દ્વારકા,નવસારી ગીર સોમનાથ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વરસાદ થવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. મહીસાગરના લુણાવાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હાટડીયા બજાર, મોડવી બજાર અને સોનીવાળના રસ્તા પાણીમાં તરબોળ છે. દમણનો દરિયો તોફાની બન્યો છે. દરિયામાં 10 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. જો કે દમણના દરિયા સાથે વલસાડ જિલ્લાના દરિયા કિનારે પણ તોફાની માહોલ જોવા મળ્યો હતો.

Next Video