ભારે વરસાદને પગલે પાલનપુરમાં જળબંબાકારની સ્થિતિ, નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા

|

Aug 25, 2022 | 7:25 AM

બનાસકાંઠા(Banaskantha) જિલ્લામાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે,ત્યારે પાલનપુરમાં (Palanpur) ધોધમાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

Monsoon 2022 : બનાસકાંઠાના પાલનપુરમાં (Palanpur) ધોધમાર વરસાદથી (heavy rain) જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પણ એલર્ટ આપવામાં આવ્યુ છે. અમદાવાદ હાઇવે (Ahmedabad Highway) ગઠામણ પાટિયા નજીક પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલી વધી છે. હાઇવે સહિત શહેરના નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

અમીરગઢ તાલુકાના ભટાવાસ નજીક નાળુ તૂટયું

બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં ભારે વરસાદના (Rain) પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેમાં અમીરગઢ તાલુકામાં ભટાવાસનું નાળું તૂટ્યું છે. જયારે વિરમપુરથી ભટાવાસ જવાનું નાળું તૂટતાં 3 ગામનો સંપર્ક કપાયો છે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી બનાસ નદીમાં પણ પૂર આવ્યું છે. હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠા તંત્ર એલર્ટ છે.જિલ્લામાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હોવાથી અધિકારીઓને એલર્ટ રહેવા તાકીદ કરાઈ છે. દાંતીવાડા ડેમ 70 ટકા ભરાતા પાણી વોર્નિગ સ્ટેજ પર છે..જો ઉપરવાસમાં ભારે વરસાદ થાશે તો ડેમના દરવાજા ખોલવાની શક્યતા છે.જેને લઈ નદીકાંઠાના લોકોને પણ સતર્ક રહેવા સૂચના અપાઈ છે.

દાંતા તાલુકાની અર્જુન નદીમાં પાણીની પુષ્કળ આવક

આ ઉપરાંત બનાસકાંઠાની દાંતા તાલુકાની અર્જુન નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. જેમાં ઉપરવાસમાં 2 કલાકમાં ધમાકેદાર 2 ઈંચ વરસાદ પડતા નદીમાં પાણીની જંગી આવક થઈ છે. નદીમાં પાણીની આવક થતા મોક્તેશ્વર ડેમ પણ પાણીથી ભરાઈ જશે. તો બીજી તરફ ધોધમાર પડી રહેલા વરસાદના પગલે ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયું હતું. જેના કારણે પાકમાં નુકશાન જવાની ભિતી સેવાઈ રહી છે

Next Video