Ambalal Patel Prediction : વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતના આ વિસ્તારોમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ, જુઓ Video

| Edited By: | Updated on: Sep 10, 2023 | 7:29 PM

ભારે પવન અને વીજળીના કડાકા સાથે સુરત, નવસારી, વલસાડ, ભરૂચમાં ભારે વરસાદ પડી શકે છે. તો એ પછી સપ્ટેમ્બરના અંત સુધીમાં સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. આ વરસાદ પાછળનું કારણ છે 10થી 14 સપ્ટેમ્બર દરમિયાન અરબ સાગરમાં એક સિસ્ટમ બનશે. તેમજ બંગાળના ઉપસાગરમાં બનનારી લો પ્રેસર સિસ્ટમ છે.

Ambalal Patel Prediction : રાજ્યમાં હાલ વરસાદનું (Rain) જોર ઘટ્યું છે. પરંતુ એક સપ્તાહ પછી એટલે કે 18થી 22 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં ફરી વરસાદ પડવાની શક્યતા છે. આ આગાહી હવામાન નિષ્ણાત અંબાબાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ રહેશે. જેમાં, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

આ પણ વાંચો Rain News : ગુજરાતમાં મેઘરાજાની જમાવટ, રાજ્યના 79 તાલુકાઓમાં વરસ્યો વરસાદ, જુઓ Video

ભારે પવન અને વીજળીના કડાકા સાથે સુરત, નવસારી, વલસાડ, ભરૂચમાં ભારે વરસાદ પડી શકે છે. તો એ પછી સપ્ટેમ્બરના અંત સુધીમાં સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. આ વરસાદ પાછળનું કારણ છે 10થી 14 સપ્ટેમ્બર દરમિયાન અરબ સાગરમાં એક સિસ્ટમ બનશે. તેમજ બંગાળના ઉપસાગરમાં બનનારી લો પ્રેસર સિસ્ટમ છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો