Gujarat Rain : ખેડાના માતર પંથકમાં એક કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ, જૂઓ Videoમાં વરસાદની તોફાની બેટિંગ

| Edited By: | Updated on: Jul 06, 2023 | 11:38 AM

ખાસ કરીને ખેડા જિલ્લાના માતર પંથકમાં વરસાદી (Rain) માહોલ જોવા મળી રહ્યો છે. ખેડા જિલ્લામાં ગઇકાલે રાતથી વરસાદી માહોલ છે. માતર પંથકમાં ભલાડા, પરિયેજ, સિંજીવાડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.

Kheda : હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર ગુજરાતમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ખેડા જિલ્લાના માતર પંથકમાં વરસાદી (Rain) માહોલ જોવા મળી રહ્યો છે. ખેડા જિલ્લામાં ગઇકાલે રાતથી વરસાદી માહોલ છે. માતર પંથકમાં ભલાડા, પરિયેજ, સિંજીવાડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. આ તમામ સ્થળોએ એક કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો-Monsoon 2023 : ખેડાના નડિયાદમાં ભારે વરસાદ, વરસાદી પાણીમાં કાર ફસાઈ, જુઓ Video

ખેડા જિલ્લાના નડિયાદમાં પણ ચાર કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસતા ચોતરફ પાણી પાણી થઇ ગયુ છે. નડિયાદ પૂર્વ અને પશ્ચિમ જોડતા ચારેય ગરનાળામાં પાણી ભરાયા છે. શ્રેયસ ગરનાળા, ખોડિયાર ગરનાળામાં પાણી ભરાયા છે. માઈ મંદિર ગરનાળા, વૈશાલી ગરનાળામાં પાણી ભરાયા છે. મહેમદાવાદમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે. વસો, ખેડા, મહુધા તાલુકામાં એક ઇંચ વરસાદ વરસ્યો છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો