Navsari : ભારે વરસાદના કારણે જિલ્લાની નદીઓમાં પૂર, એનડીઆરએફની ટીમ બચાવ અને રાહત કામગીરીમાં જોતરાઈ

|

Jul 14, 2022 | 7:21 PM

નવસારીની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. નવસારીમાં રિંગરોડ વિસ્તાર બેટમાં ફેરવાયો, હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના નવસારી શહેર અને જિલ્લામાં મેઘમહેરથી નદીઓમાં નવા નીરની આવક નોંધાઈ છે

દક્ષિણ ગુજરાતના( Gujarat)  પાંચ જિલ્લામાં ધોધમાર વરસાદ (Rain) વરસ્યો છે.ત્યારે નવસારી(Navsari)  શહેર અને જિલ્લામાં મેઘમહેરથી નદીઓમાં નવા નીરની આવક નોંધાઈ છે..અંબિકા નદી બેકાંઠે વહેતા વહીવટી તંત્ર એલર્ટ થયું છે.નદીમાં પાણીની ભારે આવકના પગલે તંત્રએ આસપાસના ગામોને એલર્ટ કર્યા છે.અંબિકા નદી સાથે પુના અને કાવેરી નદીમાં પણ પૂર આવ્યું હતું. જ્યારે ચીખલીમાં કાવેરી નદી ગાંડીતૂર થઈ છે. તેમજ 25નું હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. તેમજ અનેક સ્થળોએ રેલવે ટ્રેક પર વરસાદી પાણી ફરી વળ્યા છે. તેમજ ગણદેવીમાં અંબિકા નદીમાં પૂર આવ્યું છે. જ્યારે ગામોમાં 7થી 8 ફૂટ પાણી ભરાયા છે. આ ઉપરાંત ચિખલીમાં પાણી ભરાયા છે. જેમાં ફસાયેલા લોકોનું પોલીસ-NDRF દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. તેમજ છાપરા રોડ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. જેના લીધે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે.

જ્યારે પૂર્ણા નદીમાં પૂર આવ્યું છે. જ્યારે અનેક વિસ્તારો બેટમાં ફેરાવાયા છે. તેમજ વાહનચાલકો પરેશાન થયા છે. જ્યારે ઠક્કરબાપા વાસ પાણીમાં ગરકાવ થયો છે. નવસારીની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. નવસારીમાં રિંગરોડ વિસ્તાર બેટમાં ફેરવાયો, હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

Next Video