Valsad : દક્ષિણ ગુજરાતના વલસાડમાં મેઘરાજાએ કહેર મચાવતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ…વાપીમાં ધોધમાર વરસાદના પગલે ગીતા નગર શાળામાં પાણી ભરાયા હતા..જયાં વિદ્યાર્થીઓ પાણી બહાર કાઢતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.વલસાડના ગુંદલાવ GIDCમાં વૃક્ષો ધરાશાયી થતા વીજ કંપનીના ટ્રાન્સફોર્મર અને વીજ પોલમાં નુકસાન પહોંચ્યું.
આ તરફ વાપીના સેલવાસ રોડ પર આવેલી દુકાનો પાણીમાં ગરકાવ થઈ..પાણીનો નિકાલ ન થતા વેપારીઓ પરેશાન. થયા. બીજી તરફ વલસાડની ખરેરા નદી પર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થતાં સ્થાનિકો પરેશાન થયા .નવસારીને જોડતો મુખ્ય માર્ગ બંધ થતા આ વિસ્તારના 10થી વધુ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
તો વલસાડમાં નેશનલ હાઈવે ઓથોરિટીની પોલ ખુલી ગઈ.છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદમાં નેશનલ હાઈવે નંબર-48 ધોવાઈ ગયો છે.
વલસાડમાં વરસાદને લઈને જિલ્લા વહીવટી તંત્ર સજ્જ કરવામાં આવ્યું છે. જેમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી અધિકારી ટીમને તૈનાત કરાઈ છે. 37 અધિકારીઓને જવાબદારી સોંપવામાંઆવી છે. જેમાં નીચાણવાળા અને નદી કાંઠા તાલુકાના અધિકારીઓને તૈનાત કરાયા હતા.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 4:59 pm, Thu, 29 June 23