રાજકોટમાં ભારે વરસાદ બાદ સર્જાઇ મુસીબત, અનેક જગ્યાએ પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા, જુઓ-Video

|

Jun 27, 2024 | 11:48 AM

રાજકોટ જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. રાજકોટના પીઠડીયા, રબારીકા, જાંબુડી, મેવાસા, પ્રેમગઢ, પાંચપીપળા સરધારપુર, સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે.

ચોમાસાનું વીધિવત આગમન થઈ ચૂક્યું છે જે બાદથી ગુજરાતભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજકોટના ધોરાજી, ગોંડલ સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.રાજકોટના ધોરાજી ખાતેના નાની પરબડી ગામ ખાતે વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે આ સાથે રાજકોટના ગ્રામ્ય પંથકમાં પણ સતત બીજા દિવસે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે.

રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા

રાજકોટ જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. રાજકોટના પીઠડીયા, રબારીકા, જાંબુડી, મેવાસા, પ્રેમગઢ, પાંચપીપળા સરધારપુર, સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે.  પ્રેમગઢથી રબારીકા જેતપુર જવાનાં રસ્તા ઉપર  પાણી ફરી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. જેતપુર ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને લઈ ખેડૂતો ખુશખુશાલ થયા હતા.

ઉમવાળા અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાયા

રાજકોટમાં ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. ઉમવાળા અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાયા હતા. પાણી વધુ ભરાતા એક સ્કૂલ બસ અને ટ્રેક્ટર વરસાદી પાણીમાં ફસાઈ ગયુ હતુ. આહીં એક કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા છે.

 

Next Video