સાબરકાંઠાઃ પ્રાંતિજમાં સાડા 6 ઈંચ વરસાદ, તલોદમાં 4 ઈંચ ખાબક્યો, જુઓ વીડિયો
જિલ્લામાં સૌથી વધારે વરસાદ પ્રાંતિજ વિસ્તારમાં વરસ્યો હતો. વહેલી સવારે ભારે ગાજવીજ સાથે વિસ્તારમાં વરસાદ વરસવાને લઈ ખેતરોથી લઈને શહેરી વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. પ્રાંતિજ અને તલોદ વિસ્તારમાં ભારે વરસાદને લઈ પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા.
સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધારે વરસાદ પ્રાંતિજ વિસ્તારમાં વરસ્યો હતો. વહેલી સવારે ભારે ગાજવીજ સાથે વિસ્તારમાં વરસાદ વરસવાને લઈ ખેતરોથી લઈને શહેરી વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. પ્રાંતિજ અને તલોદ વિસ્તારમાં ભારે વરસાદને લઈ પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા.
પ્રાંતિજ અને તલોદના મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા. પ્રાંતિજમાં સવારે બે કલાક માંજ પાંચ ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો હતો. જ્યારે દિવસ દરમિયાન કુલ સાડા છ ઈંચ વરસાદ વરસ્યો હતો. તલોદમાં ચાર ઈંચ જેટલો અને હિંમતનગરમાં સાડા ચારેક ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો.