Navsari: નવસારીમાં ધોધમાર વરસાદ, ખેરગામમાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો, જુઓ Video

|

Jul 22, 2023 | 1:11 PM

નવસારીમાં સવારે 6 થી 10 વાગ્યા સુધીના 4 કલાકમાં ખેરગામમાં 6 ઇંચ વરસાદ નોંધાયો, ગણદેવી તાલુકામાં 8 થી 10 વાગ્યા સુધીના 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ અને નવસારીમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ચીખલી અને જલાલપોરમાં 1 - 1 ઇંચ વરસાદ પડ્યો.

નવસારીમાં ધોધમાર વરસાદથી (Heavy Rain) જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. શહેરના મુખ્ય રસ્તા વરસાદી પાણીમાં ગરકાવ થવાથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વરસતા વરસાદમાં ટ્રાફિક થતા વાહન ચાલકો પરેશાન થયા અને નવસારીમાં પાલિકાનો પ્રિમોન્સૂન પ્લાન પાણીમાં ધોવાયો. શહેરના રસ્તા બેટમાં ફેરવાતા ઠેર ઠેર ટ્રાફિક જામ થયો છે. જમાલપોર, ઇટાળવા, લુનસીકુઈના રસ્તા પર 3 ફૂટ પાણી ભરાયા હતા. કાલિયાવાડી અને જુના થાના રસ્તા પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી. શહેરનો સુરત (Surat) નવસારી માર્ગ બંધ કરવામાં આવતા લોકો પરેશાન થયા.

નવસારીના ચીખલીમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. પ્રજાપતિ આશ્રમથી શહીદ ચોક જતા માર્ગ પર પાણી ભરાયા હતા. નવસારી જિલ્લામાં વહેલી સવારથી સાંબેલાધાર વરસાદથી જન જીવન પ્રભાવિત થયું હતું. નવસારીમાં સવારે 6 થી 10 વાગ્યા સુધીના 4 કલાકમાં ખેરગામમાં 6 ઇંચ વરસાદ નોંધાયો,

આ પણ વાંચો : Valsad : સેલવાસમાં લો-લેવલ બ્રિજ પરથી 7 વર્ષના પુત્ર સાથે પિતા તણાયા, જુઓ Video

ગણદેવી તાલુકામાં 8 થી 10 વાગ્યા સુધીના 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ અને નવસારીમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ચીખલી અને જલાલપોરમાં 1 – 1 ઇંચ વરસાદ પડ્યો. ચીખલી ગણદેવીમાં ભારે વરસાદને કારણે કાવેરી નદીનું જળસ્તર અડધો ફૂટ વધી 12 ફૂટ પર પહોંચ્યું.

નવસારી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video