Kutch: ભુજમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મોટાબંધમાં પાણીની આવક થઈ હતી. જેના પગલે લખપત તાલુકાનો લકી અને રોડાસર માર્ગ બંધ થયો છે. વરસાદના કારણે પાપડીમાં પાણી વહેતાં પીપર, રોડાસર, લક્કી, તહેરા સહિતના ગામમાં જવાનો રસ્તો બંધ થયો છે.
બીજી તરફ નખત્રાણાનો કડિયા ધ્રો સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ભારે વરસાદના કારણે કડિયા ધ્રોમાં પાણીનો પ્રવાહ આવ્યો છે. કડિયા ધ્રોમાં ઝરણાં વહેતા થતા મનમોહક દ્રશ્યો સર્જાયા છે. ચોમાસામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ કડિયા ધ્રોની મુલાકાત લે છે. મોટાબંધમાં પાણીની આવક શરૂ થતાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. જેના પગલે કુદરતી સૌંદર્યને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો