અમદાવાદમાં મેઘરાજા મહેરબાન, મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

|

Sep 01, 2022 | 12:26 PM

હવામાન વિભાગે (IMD) આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી કરી છે.રાજ્યમાં (Gujarat) કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની (heavy rain) આગાહી કરી છે

અમદાવાદના (Ahmedabad) જીવરાજપાર્ક, વાસણા,શિવરંજની, સેટેલાઇટ અને વેજલપુર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.ભારે વરસાદને પગલે રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે.મહત્વનું છે કે, હવામાન વિભાગે (IMD) આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી કરી છે.રાજ્યમાં (Gujarat) કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની (heavy rain) આગાહી કરી છે.ભાવનગર, ભરૂચ, વડોદરા, આણંદ, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે.

છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ

છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.બોડેલી તાલુકાના (Bodeli taluka) જબુગામ વિસ્તારમાં ભારે વરસાદને પગલે નિચાણ વાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે.ધોધમાર વરસાદથી રસ્તા પર પણ પાણી ફરી વળ્યા છે.

સુરત શહેરના વાતાવરણમાં આવ્યો પલટો

વહેલી સવારથી સુરત (Surat) શહેરમાં વરસાદ પડી રહ્યો છે.શહેરના અલગ- અલગ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે.

રાજ્યમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી

રાજ્યમાં (Gujarat) આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે.આગામી 5 દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની (Rain forecast) આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં વડોદરા, નર્મદા, તાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ અને તેના આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં (north Gujarat) છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.અમદાવાદ, (Ahmedabad) ગાંધીનગર અને ખેડામાં ભેજવાળું વાતાવરણ રહેશે.હાલ ભારે વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી ભેજવાળા વિસ્તારોમાં જ વરસાદ પડવાની શક્યતા છે.પાંચ દિવસ બાદ વરસાદ (Rain) ઘટવાની શક્યતા છે.

 

Published On - 12:20 pm, Thu, 1 September 22

Next Video