આજનું હવામાન : વંટોળ સાથે ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતના બંદરો પર ભયજનક સિગ્નલ લગાવાયું, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. ગાજવીજ અને ભારે પવન સાથે રાજ્યમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, અને કચ્છમાં ભારે વરસાદના એંધાણ છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. ગાજવીજ અને ભારે પવન સાથે રાજ્યમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, અને કચ્છમાં ભારે વરસાદના એંધાણ છે. ત્યારે દક્ષિણ ગુજરાતના બંદરો પર 1 નંબરનું સિગ્નલ એટલે કે ભયજનક સિગ્નલ લગાવાયું છે. માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે. કારણે કે અરબ સાગરનું લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાયું છે. તે પૂર્વ તરફ ગતિ કરી રહ્યું છે. હાલ તે ગુજરાતથી 500 કિલોમીટર દૂર છે. જ્યારે મહારાષ્ટ્રના રત્નાગિરીથી 40 કિલોમીટર દૂર છે. જેને લઈ એલર્ટ આપી દેવાયું છે. વહીવટી તંત્ર સતર્ક છે.
અંબાલાલ પટેલે વરસાદની કરી આગાહી
બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં વંટોળ સાથે ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત અરબી સમુદ્રમાં લો પ્રેશર બનતા વાતાવરણમાં પલટો આવશે. જો આગામી 3 દિવસ અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા છે. 28 મેથી જૂનની શરુઆત સુધી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ સાથે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણ ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. તો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ગાજવીજ સાથે મેઘાવી માહોલ રહી શકે છે. ભારે પવન ફૂંકાતા ચોમાસા પાક પર અસર થવાની ભીતિ છે.
