હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક પણ રહેશે. ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન ધોધમાર વરસાદ રાજ્યના અનેક હિસ્સાઓમાં વરસી શકે છે. વિતેલા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતને મેઘરાજા બરાબર ધમરોળશે. દાહોદ, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આજ પ્રકારની આગામી દક્ષિણ ગુજરાતના ભરુચ અને વલસાડ જિલ્લા માટે કરવામાં આવી છે. જ્યાં પણ ભારે થી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.
શુક્રવારે દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી વિસ્તારમાં આઠ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે બોડેલીમાં પોણા આઠ ઈંચ વરસાદ નોંધાયો હતો. પંચમહાલના જાંબુઘોડા વિસ્તારમાં છ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. છોટા ઉદેપુર શહેરમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને લઈ મધ્ય અને દક્ષિણ ગુજરાતની અનેક નદીઓમાં પૂર જોવા મળ્યુ છે.
Published On - 10:12 pm, Fri, 28 July 23