આજનું હવામાન : ગુજરાતમાં આગામી 3 દિવસ માવઠાની આગાહી, જાણો ક્યાં ખાબકશે વરસાદ, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતમાં આગામી 3 દિવસ માવઠાની આગાહી, જાણો ક્યાં ખાબકશે વરસાદ, જુઓ Video

| Updated on: May 12, 2025 | 8:22 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં કમોસમી વરસાદ વરસે તેવી શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ છુટાછવાયા સ્થળોએ વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં કમોસમી વરસાદ વરસે તેવી શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ છુટાછવાયા સ્થળોએ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી માનીએ તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા પડી શકે છે. તો કેટલાક વિસ્તારોમાં આગામી 48 કલાક દરમિયાન મેઘ ગર્જના સાથે વરસાદની આગાહી છે. જો કે ત્રણ દિવસ બાદ રાજ્યના શહેરોમાં ગરમીના પારો 5 ડિગ્રી સુધી વધી શકે છે.

10 જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

ભર ઉનાળે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. ગુજરાતમાં આગામી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. સમગ્ર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 10 જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. 50-60 ની ઝડપે વરસાદની શક્યતા છે. મહત્તમ તાપમાન આગામી 7 દિવસમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. દક્ષિણ પશ્ચિમ થી પશ્ચિમ દિશાથી પવન ફૂંકાશે છે. તેમજ આજે અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો