Jamnagar જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, કાલાવડ શહેરમાં બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ

|

Sep 15, 2022 | 12:40 PM

જામનગર (Jamnagar) જિલ્લામાં સાર્વજનિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જામજોધપુરમાં વહેલી સવારથી જ વરસેલા વરસાદની વાત કરીએ તો 2 કલાકમાં દોઢ ઈંચ વરસાદ (Rain) નોંધાયો છે.

ચોમાસુ (Monsoon 2022) અંતિમ ચરણમાં છે, ત્યારે જતા-જતા પણ મેઘરાજા મહેરબાન થવાના મૂડમાં છે. ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં સારો એવો વરસાદ (Rain) વરસી ચુક્યો છે. હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે . જે મુજબ જામનગર (Jamnagar) જિલ્લામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. જામનગરના જામજોધપુર, કાલાવડ, ધ્રોલ સહિતના વિસ્તારમાં મેઘરાજાની અવિરત કૃપા ઉતરી છે. વરસાદના પગલે અનેકે વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

જામનગરમાં સાર્વત્રિક વરસાદ

જામનગર જિલ્લામાં સાર્વજનિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જામજોધપુરમાં વહેલી સવારથી જ વરસેલા વરસાદની વાત કરીએ તો 2 કલાકમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. જામનગર, કાલાવડ અને ધ્રોલમાં અડધો ઈંચથી લઇને બે ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. છેલ્લા 3 દિવસથી જામનગરમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યુ છે. જામનગર જિલ્લાના કાલાવડ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કાલાવડ શહેરમાં માત્ર બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. નિકાવા, મોટાવડાલા, જસાપર, નવાગામ સહિતના ગામમાં વરસાદ પડ્યો. જ્યારે ઉમરાળા, શિસાંગ સહિત અનેક ગામોમાં વહેલી સવાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે રસ્તા પર પાણી વહેતા થયા હતા.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. સૈારાષ્ટ્રના (saurashtra) દરિયાઇ જિલ્લા તથા દક્ષિણ ગુજરાતના (South gujarat) કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ (heavy rain) થવાની સંભાવના છે. તો રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગનું માનીએ તો આજે સૈારાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ,ગીર સોમનાથ તથા દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં મઘ્યમથી ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.

Published On - 11:32 am, Thu, 15 September 22

Next Video