ગુજરાતમાં PMJAY કાર્ડની આરોગ્ય સુવિધા રૂપિયા 5 લાખ થી વધારી 10 લાખ કરવા કવાયત

|

Dec 22, 2022 | 5:26 PM

ગુજરાત સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આજે કેબિનેટ બેઠકમાં રાજ્યની આગામી પાંચ વર્ષની બ્લ્યુ પ્રિન્ટ નક્કી કરવામાં આવી છે. આજની બેઠકમાં દરેક વિભાગના કામની ચર્ચા કરવામાં આવી છે. જેમાં આરોગ્યની સુવિધામાં પણ રાજ્ય આગળ છે. જેમાં પીએમજેવાય કાર્ડમાં અપાતી આરોગ્ય સુવિધાની મર્યાદામાં વધારો કરવા કવાયત હાથ ધરવામાં આવી રહી છે

ગુજરાત સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આજે કેબિનેટ બેઠકમાં રાજ્યની આગામી પાંચ વર્ષની બ્લ્યુ પ્રિન્ટ નક્કી કરવામાં આવી છે. આજની બેઠકમાં દરેક વિભાગના કામની ચર્ચા કરવામાં આવી છે. જેમાં આરોગ્યની સુવિધામાં પણ રાજ્ય આગળ છે. જેમાં પીએમજેવાય કાર્ડમાં અપાતી આરોગ્ય સુવિધાની મર્યાદામાં વધારો કરવા કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જેમાં PMJAY કાર્ડની આરોગ્ય સુવિધા રૂપિયા 5 લાખ થી વધારી 10 લાખ કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત આજે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં કોરોનાની દહેશત તેમજ નવા વેરિયન્ટને લઇને ચર્ચા કરવામાં આવી હતી. આ દરમ્યાન સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરાવવા આદેશ આપ્યો છે. જેમા ખાસ કરીને વિદેશથી આવતા પ્રવાસીઓનું ફરી એરપોર્ટ પર ટેસ્ટિંગ કરવા પર ભાર મુકવામાં આવ્યો છે. બીજી તરફ જાહેર કાર્યક્રમોમાં પણ ફરી એક વખત કોરોનાની ગાઇડલાઇનનું પાલન ફરજીયાત બની શકે છે. આ બેઠક બાદ આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું કે ગુજરાત સરકાર BF.7 વેરિયન્ટને લઇને સંપૂર્ણ પણે સજ્જ છે. જેમા સરકાર ટેસ્ટ, ટ્રેસ એન્ડ ટ્રેકની નીતિ પર કામ કરી રહી છે.

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં થયેલ કોરોના રસીકરણ સંદર્ભે વિગતો આપતા જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશમાં આરંભાયેલા કોરોના રસીકરણ મહાઅભિયાનના પગલે ગુજરાત શરૂઆતથી જ કોરોના રસીકરણની કામગીરી માં અગ્રેસર રહ્યું છે

Published On - 5:21 pm, Thu, 22 December 22

Next Video