રાજકોટમાં આરોગ્ય વિભાગના લસ્સી, આઇસ ગોળાના વેપારીઓને ત્યાં દરોડા, કુલ 6 ધંધાર્થીઓને અપાઇ નોટિસ, જુઓ Video

રાજકોટમાં આરોગ્ય વિભાગના લસ્સી, આઇસ ગોળાના વેપારીઓને ત્યાં દરોડા, કુલ 6 ધંધાર્થીઓને અપાઇ નોટિસ, જુઓ Video

| Edited By: | Updated on: Jun 06, 2023 | 6:06 PM

રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા લસ્સી, આઇસ ગોળાના વેપારીને ત્યાં દરોડા પાડ્યા છે. ઇન્દિરા સર્કલ, એરપોર્ટ રોડ પર મેનુફેક્ચરિંગ યુનિટમાં કાર્યવાહી કરી છે. કુબેર ફૂડ પેઢીમાં લસ્સી, ફ્લેવર્ડ કલરનો જથ્થો ઝડપાયો જોકે આઇસક્રીમ, શીરપ અને લસ્સીના નમૂના લઇ તપાસ હાથ ધરાઈ છે.

Rajkot: ઉનાળાની સીઝનને લઇ ચાલતા આઇસ ગોળા અને લસ્સીના ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરાઇ છે. આરોગ્ય વિભાગે દરોડા પાડીને લસ્સી, આઇસક્રીમ, આઇસ ગોળાના ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરી છે. ઇન્દિરા સર્કલ અને એરપોર્ટ રોડ પર આવેલી મેનુફેક્ચરિંગ યુનિટમાં તપાસ હાથ ધરી છે. કુબેર ફૂડ ને ત્યાંથી મોટા પ્રમાણમાં લસ્સી અને ફ્લેવર્ડ કલરના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો છે. 400 લીટર શીરપનો પણ નાશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ગોંડલમાં 100થી 125 વર્ષ જૂના બિસ્માર બ્રિજને લઈને હાઇકોર્ટમાં અરજી, ગોંડલ પાલિકા અને માર્ગ-મકાન વિભાગને ફટકારી નોટિસ, જુઓ Video

આરોગ્ય વિભાગે એક્સપાયરી ડેટ લખ્યા વિનાની વિવિધ ફ્લેવરની લસ્સીનો પણ નાશ કર્યો. સાથે જ આઇસક્રીમ, લસ્સી અને શીરપના પણ નમૂના તપાસ માટે લેવાયા છે. આરોગ્ય વિભાગે કુલ 6 ધંધાર્થીઓને નોટિસ પણ ફટકારી અને ખાદ્ય પદાર્થોના તમામ સેમ્પલની તપાસ કરશે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો