સુરત: આઈસ ડીશ વિક્રેતા પર આરોગ્ય વિભાગની તવાઈ, 16 વિક્રેતાને ત્યાંથી લેવાયા સેમ્પલ, જુઓ વીડિયો

|

Apr 03, 2024 | 11:29 AM

સુરતમાં આઈસ ડીશ વિક્રેતા પર આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. શહેરના 16 વિક્રેતાને ત્યાં કોર્પોરેશનની ટીમ દ્વારા સેમ્પલ લેવાયા છે. આઈસ ડીશમાં નાખવામાં આવતા ડ્રાઈફ્રૂટ, કલર, ક્રીમ સહિતની વસ્તુના સેમ્પલ લેવાયા છે.

રાજ્યમાં અવારનવાર અખાદ્ય વસ્તુઓનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે સુરતમાં ફરી એક વાર આરોગ્ય વિભાગે  દરોડાના દોરની શરુઆત કરી છે. સુરતમાં આઈસ ડીશ વિક્રેતા પર આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. શહેરના 16 વિક્રેતાને ત્યાં કોર્પોરેશનની ટીમ દ્વારા સેમ્પલ લેવાયા છે. આઈસ ડીશમાં નાખવામાં આવતા ડ્રાઈફ્રૂટ, કલર, ક્રીમ સહિતની વસ્તુના સેમ્પલ લેવાયા છે. કેટલાક વિક્રેતા હલકી કક્ષાના ખાદ્યપદાર્થ વાપરતા હોવાની આશંકાના કારણે આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. બે દિવસ બાદ સેમ્પલના રિપોર્ટને આધારે પગલાં ભરવામાં આવશે.

બીજી તરફ આ અગાઉ સુરતના રાંદેર પોલીસે 90 કિલો નકલી ઘી ઝડપ્યું હતુ. ઘરમાં જ ડાલડા અને કેમિકલથી ઘી બનાવાતું હોવાનું સામે આવ્યું હતુ. પોલીસે એક શખ્સને પકડીને કાર્યવાહી હાથ ધરી હતી. નકલી ઘી વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હતા.  પોલીસે નકલી ઘી સહિતના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video